વિટામિન્સ અને મિનરલ્સની ટેબ્લેટ્સ ખાનારા સાવધાન, કેન્સરને આમંત્રણ

April 18, 2019 at 2:32 pm


વર્ષોથી આપણને સલાહ આપવામાં આવી રહી છે કે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઊણપ થાય તો તેની ગોળીઓ ખાઓ. જો તમે આ પ્રકારની ટેબ્લેટ્સ ખાઈ રહ્યા હો તો ચેતી જાઓ. જે વિટામિન્સ અને મિનરલ્સ આહારમાંથી મળી રહ્યા છે તો ઠીક છે, નહીં તો જો તેની ગોળીઓ ખાઈ રહ્યાં છો તો શરીરને નુકસાન પહોંચી શકે છે અને સાથે મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. 10 વર્ષમાં 30 હજાર લોકો પર રિસર્ચ કરીને આ સંશોધન કરવામાં આવ્યું છે.લંડનમાં આવેલી ટફટ્સ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળ પોષણ નિષ્ણાતોનો ઉદ્દેશએ સાબિત કરવાનો હતો કે કેવી રીતે વિટામિન્સ અને મિનરલ્સ હૃદય રોગ અને તેના સંબંધિત રોગોથી મૃત્યુ અટકાવવામાં યોગદાન આપે છે.

 

આ અભ્યાસમાં તેમણે જાણ્યું કે વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં કોઈપણ લાભ પ્રદાન કરતા નથી.તારણ બહાર આવ્યું કે વિટામિન્સ અને મિનરલ્સની ટેબ્લેટ્સ લેવાથી મૃત્યુની શક્યતા ઘટતી નથી પરંતુ વધે છે. દેખીતી રીતે પૂરક આહાર એટલે કે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સનો વધારો તમે માત્ર યોગ્ય આહારમાંથી મેળવી શકો છો.અહેવાલ મુજબ, ‘મનુષ્ય જે આહાર અને પૌષ્ટિક ખોરાક લે છે તે અંદરોઅંદર સંકળાયેલા હોય છે. પોષક તત્વો વચ્ચેનો સંબંધ આરોગ્ય પરિણામો નક્કી કરવામાં વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

સંશોધકોને અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓ નુકસાન પણ પહોંચાડી શકે છે. વિટામિન ડીની ઊણપ ધરાવતા લોકોએ આવી વિટામિન્સ અને મિનરલ્સવાળી ગોળીઓ લીધી, જેમાં કેન્સર અને અન્ય બીમારીઓથી મૃત્યુ થવાનું જોખમ વધુ હતું. તંદુરસ્ત રહેવા તમારે સારો ખોરાક લેવાની જરૂર છે. માત્ર ગોળીઓ પર નિર્ભર ન રહો. આ ઉપરાંત, કોઈ એક વિટામિન કે મિનરલ પર જ ધ્યાન ન આપો.

Comments

comments

VOTING POLL