વિદેશમાં વસતા ભારતીયો માટે ન્યૂજર્સી ખાતે ત્રિદિવસીય ‘ચલો ઈન્ડિયા’નો આજથી પ્રારંભ

August 31, 2018 at 11:15 am


વિદેશમાં સ્થાયી થયેલાં ગુજરાતી સહિતના ભારતીયો માટે આજથી બીજી સપ્ટેમ્બર સુધીના ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમ ચલો ઈન્ડિયા-2018નો શુક્રવારથી અમેરિકાના ન્યૂજર્સી ખાતે પ્રારંભ થશે. એસોસિયેશન ઓફ ઈન્ડિયન અમેરિકન ઈન નોર્થ ઈન્ડિયા(આઈના) દ્વારા આયોજિત આ કાર્નીવલ-ફેસ્ટીવલમાં ટુરિઝમ ઉપરાંત આર્ટ અને કલ્ચર, સંગીત, આધ્યાત્મિકતા સાથે ફૂડનો સમન્વય કરવામાં આવ્યો છે. અમેરિકામાં વસતા ગુજરાતી સહિતના આશરે 45 હજારથી વધુ ભારતીયો આ ઉજવણીમાં સામેલ થશે. મહાત્મા ગાંધીની 2019માં આવી રહેલી 150મી જન્મજયંતીને અનુલક્ષીને ત્રણ દિવસના ફેસ્ટીવલમાં ગાંધીજીના જીવન-કવનને આવરી લેતું એક્સક્લ્યુઝિવ પ્રદર્શન પણ પ્રદર્શીત કરવામાં આવશે.
આઈના દ્વારા દર બે વર્ષે વિદેશમાં ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે ચલો ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ મહોત્સવનું રિબ્રાન્ડીંગ કરીને તેમાં ભારતીયતાનો ઉમેરો કરવામાં આવ્યો છે અને વિદેશની ધરતી પર વસેલાં ગુજરાતી સહિતના તમામ ભારતવાસીઓને એકબીજાની સભ્યતા-સંસ્કૃતિનો અનુભવ કરાવવા માટે ચલો ગુજરાતની પાંચમી એડીસનનમાં દેશના જુદા જુદા રાજ્યોના સમાવેશ સાથે ચલો ઈન્ડિયાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ફેસ્ટીવલમાં યૂથ સેન્સેશન પ્લેબેક સીંગર પેપોન, પ્રસિદ્ધ કોમેડિયન પદ્મશ્રી સુરેન્દ્ર શમર્,િ કવિ અને નેતા કુમાર વિશ્વાસ, અભિનેતા મનોજ જોષી અને અનુ કપુર, જાણીતા પટકથા લેખક અભિજાત જોષી અને સૌમ્ય જોષી તેમની કવિતા-કૃતિઓ દ્વારા ભારતીયોને ડોલાવશે.
ટ્રાવેલ અને ટૂર ટુરિઝમમાં વિવધ પ્રદર્શન અને પરિસંવાદ સાથે પ્રવાસનની ઝલક પૂરી પાડવાની સાથોસાથ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહક કાર્યક્રમો રજૂ કરાશે. ભારતીય સંગીત મહોત્સવમાં સુદેશ ભોંસલે, ભાવીન શાસ્ત્રી, ગુજરાતના તળપદી-લોકગાયકો ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, મિરાંદે શાહ અને રિયા શાહ તેમના મખમલી અવાજથી ભારતીયોને મંત્રમુગ્ધ કરશે. ફેસ્ટિવલમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો મલ્ટીમીડિયા શો રજૂ કરાશે અને નંદુ અને તેમના જૂથ દ્વારા નૃત્ય રજૂ કરાશે. પ્રસિદ્ધ લેખત તુષાર શુક્લ વીડિયો કોલ દ્વારા પ્રસિદ્ધ રામાયણ કથાકાર મોરારીબાપુ સાથે વાત કરશે અને અભિનેતા મનોજ જોષી શ્રીકૃષ્ણ, ચાણક્ય અને ગાંધીજી વિશે વક્તવ્ય આપશે. મલ્ટીમીડિયા ડિસ્પ્લેમાં 1857થી શરૂ કરીને સુભાષચંદ્ર બોઝના જીવન-ક્રાંતિકારી ધટનાઓ સાથે ભારતના અનેક સપૂતોની માહિતી અપાશે. ગીરના માલધારી સમુદાયની જીવસૃષ્ટિ સાથેના સંબંધોના નવા દૃષ્ટિકોણ સાથેનું નાટક રજૂ કરાશે.

Comments

comments

VOTING POLL