વિદેશમાં શેર્સ, પ્રાેપર્ટી ધરાવનારા આવકવેરા વિભાગની નજરમાં

February 11, 2019 at 10:51 am


વિદેશમાં શેર્સ અને પ્રાેપર્ટી ધરાવતાં અથવા આેફશોર ટ્રસ્ટના લાભાર્થી ભારતીયો ‘પરોક્ષ રોકાણ’ની માહિતી નહી આપવા બદલ આવકવેરા ખાતાની ઝપટમાં આવે તેવી શકયતા છે. પરોક્ષ રોકાણ એટલે નેકસ્ટ લેવલ ઈન્વેસ્ટમેન્ટ અથવા રેસિડન્ટ ભારતીય જે કંપનીમાં હિસ્સેદાર હોય એવી અન્ય વિદેશી કંપનીઆેમાં રોકાણ.

ધારો કે, દુબઈમાં અનલિસ્ટેડ આેફશોર કંપની (એ)માં વ્યિક્ત 15 ટકા ઈક્વિટી હિસ્સો ધરાવતો હોય અને તે અમેરિકાની ત્રણ કંપની (બી, સી અને ડી)માં શેરધારક છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગમાં એના રોકાણ સાથે બી, સી અને ડીમાં પરોક્ષ માલિકની માહિતી આપવી જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકસ વિભાગે કેટલાક હાઈ પ્રાેફાઈલ વ્યિક્તઆેને પરોક્ષ રોકાણની માહિતી નહી આપવાનું કારણ પૂછયું છે. કારણ કે કાયદા પ્રમાણે રેસિડન્ટ ભારતીય તમામ કંપનીઆેનો સાચો લાભાર્થી માલિક હોય છે.

માહિતી નહી આપવાને કારણે આેછામાં આેછા રૂા.10 લાખની પેનલ્ટીની જોગવાઈ છે. આવકવેરા વિભાગ સ્પષ્ટતાથી સંમત ન થાય તો તે કાળાં નાણાં વિરૂધ્ધ નવો કાયદો લાગુ કરી શકે. સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ જણાવ્યું હતું કે, ‘લાભાર્થી માલિકી શબ્દની વ્યાખ્યા પ્રમાણે આવકવેરાની કલમ 139માં સુધારો જરૂરી છે. નવી વ્યાખ્યા 1 એપ્રિલ 2016થી અમલી બની હતી. જેમાં પરોક્ષ માલિકીનો મુદ્દાે આવરી લેવાનો પ્રયાસ કરાયો હતો. તેને લીધે ભારત બહાર કરાયેલા રોકાણ અને એ રોકાણ દ્વારા વિશ્વના અન્ય દેશોમાં રોકાણને નવી જોગવાઈ હેઠળ આવરી લેવાયું છે.

જોકે, મારા મતે વ્યાખ્યાનું અર્થઘટન ઘણું વ્યાપક રીતે કરાયું છે. ભારતમાં કે ભારત બહાર કોઈપણ માળખામાં કરાયેલું રોકાણ અને એ રોકાણ દ્વારા અમેરિકા, કેમેન કે આયર્લેન્ડમાં રોકાણ કરાયું હોય તો એ વ્યાખ્યા હેઠળ આવી શકેં આ બાબત કાનૂની રીતે કદાચ સાચી ન હોય, પણ બિનજરૂરી વિવાદ ટાળવા ‘પરોક્ષ માલિકી’ના ટ્રાન્ઝેકશન અંગેની સ્પષ્ટતા માટે કેટલીક શરતો હોવી જરૂરી છે. રેસિડન્ટ દ્વારા વિદેશી કંપનીમાં પ્રારંભિક રોકાણ આરબીઆઈની લિબરલાઈઝડ રેમિટન્સ સ્કિમ (એલઆરએસ) હેઠળ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ રેસિડન્ટને ભારત બહાર શેર્સ કે અન્ય પ્રાેપર્ટી ખરીદવા વર્ષે 2,50,000 ડોલર મોકલવાની મંજૂરી આપે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આવકવેરા વિભાગે તારવેલા કેટલાક કેસ રેસિડન્ટસ દ્વારા વિદેશી કંપનીઆેમાં કરાયેલા રોકાણ અંગેના છે અને આ કંપનીઆે અન્ય દેશમાં રોકાણ ધરાવે છે. અમેરિકાની સરકારે ત્યાં લિસ્ટેડ ડાઉનસ્ટ્રીમ કંપનીઆે અંગેની માહિતી આપ્યા પછી આવકવેરા વિભાગને તેમાં રોકાણની જાણ થઈ છે. ભારતના કરદાતાએ 2012થી વિદેશમાં ભણતાં બાળકો સાથેના સંયુકત બેન્ક ખાતા સહિત વિદેશી એસેટ્સની વધારાની માહિતી આપવી જરૂરી છે.

Comments

comments

VOTING POLL