વિદેશી દારૂના ઠેર-ઠેર દરોડાઃ 5.24 લાખના વિદેશી દારૂ સાથે 8 ઝબ્બે

October 2, 2018 at 3:34 pm


રાજ્યમાં દારૂબંધીના કડક અમલવારીના પગલે પોલીસે કમર કસી હોય તેમ પેટ્રાેલિંગ વધાર્યું છે. રાજકોટમાં પોલીસે પેટ્રાેલિંગ દરમિયાન વિદેશી દારૂના ત્રણ દરોડા પાડી 5.24 લાખના વિદેશી દારૂ સાથે મહિલા સહિત 8 શખસોને ઝડપી લેતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે મોરબી રોડ પર આવેલા સોહમનગરમાંથી ચાર લાખની કિંમતના 1308 બોટલ સાથે 6 શખસોને, જંગલેશ્વરમાંથી 45 હજારની કિંમતની 113 બોટલ સાથે મહિલાને અને ભાવનગર રોડ પર આવેલા મનહરપરામાંથી 16 હજારની કિંમતની 55 બોટલ સાથે એક શખસને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ નામચીન બૂટલેગર સહિત 3 શખસોના નામ ખૂલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રાેગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર આવેલા સોહમનગર મેઈન રોડ પર પંકજ કોળીએ તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની સચોટ બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.એફ. ડામોર સહિતના સ્ટાફે દરોડો પાડી 1308 વિદેશી દારૂની બોટલ સાથે મકાન માલિક પંકજ પોપટ લાવડિયા, સહેજાદ હનીફ જુલાણી, ગોપાલ ધીરૂ બાંભણિયા, આશિષ ભાવેશ આલ, જાવેદ ઈબ્રાહીમ દાઉદાણી, ઈમરાન હનીફ પડિયાને ઝડપી લઈ તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ, એિક્ટવા મળી કુલ 4,62,800ની મત્તા કબજે કરી દરોડા દરમિયાન નામચીન બૂટલેગર સોહિલ પારેખના મામાનો દીકરો નાસી ગયો હોય તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

જ્યારે બીજા દરોડામાં જંગલેશ્વર શેરી નં.31માં રહેતી રૂખસાનાના મકાનમાં ભિક્તનગર પોલીસ મથકના પીએસઆઈ ધાંધલિયા સહિતના સ્ટાફે દરોડો પાડી 113 બોટલ સાથે રૂખસાના ભીખુ પઠાણને ઝડપી લઈ 45200ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી દરોડા દરમિયાન તેનો પુત્ર ઈિમ્તયાઝ નાસી જતાં તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

જ્યારે ત્રીજા દરોડામાં ભાવનગર રોડ પર આવેલા મનહરપરામાં ભાવેશ દેત્રોજા નામના બૂટલેગરે આેરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની સચોટ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જે.આર. રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી 16,500ની કિંમતનો 55 બોટલ વિદેશી દારૂ સાથે ભાવેશ ધનજી દેત્રોજાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ભવાનીનગરનો તડીપાર શખસ ઝડપાયો

ભવાનીનગર શેરી નં.3માં રહેતા અને રાજકોટ શહેર, ગ્રામ્ય, મોરબી, જામનગર તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર કરાયેલા ભરત મગન ચૌહાણ ઉ.વ.40ને એ-ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડીયાએ તેના ઘર પાસેથી જ ઝડપી લઈ તેની સામે હદપારી ભંગનો ગુનો નાેંધ્યો હતો.

રાજકોટના ઢાંઢણી ગામે કોળી યુવાન પર હુમલો

રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે રહેતા દિનેશ સંગ્રામભાઈ કડવાણી ઉ.વ.30 નામના કોળી યુવાન પર ગામમાં જ રહેતા હાદિર્ક કાના જાદવ અને તેના ભાઈ સુભાષે ધોકા વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ આજીડેમ પોલીસમાં નાેંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિનેશ ગામમાં ફાકી લેવા નીકળ્યો હતો ત્યારે હાદિર્ક અને સુભાષે તેને પોતાના માટે પણ ફાકી લઈ આવવાનું કહ્યું હતું જેની ના પાડતા બન્નેએ ઉશ્કેરાઈને દિનેશ પર હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

રણુજા મંદિર પાસે પ્રાૈઢા પર હુમલો

કોઠારિયા મેઈન રોડ પર રણુજા મંદિર પાસે રહેતી પ્રફુલાબેન અશ્વિનભાઈ હિંગુ ઉ.વ.52 નામની દરજી મહિલા ગઈકાલે સાંજે પોતાના ઘરે હતી ત્યારે જગો કડિયો અને ત્રણ અજાÎયા શખસોએ કોઈ બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા મહિલાને સારવારમાં સિવિલમાં દાખલ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL