વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે સગીર ઝડપાયો

October 9, 2019 at 2:09 pm


શહેરના જુના બંદર રોડ પરથી એલસીબીએ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે સગીરને ઝડપી લીધો હતો. શહેરી વિસ્તારમાં પેટ્રાેલિંગમાં રહેલી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે જુના બંદર રોડ પરથી પસાર થઇ રહેલ એક સગીરને શંકાના આધારે અટકાવી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થાે મળી આવતા તેની અટકાયત કરી પુછતાછ હાથ ધરતા વિદેશી દારૂ અને બિયર ભરત વાજા નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા એલસીબીએ ભરત વાજા વિરૂÙ પ્રાેહિબીશન હેઠળ ગુનો નાેંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Comments

comments