વિદેશી રેસલરે રાખી સાવંતને ધોઇ નાખી, હોસ્પિટલમાં દાખલ

November 12, 2018 at 4:21 pm


હરિયાણાના પંચકૂલા સેક્ટર-3 સ્થિત દાઉ દેવી લાલ ખેલ પરિસરમાં ના બેનર હેઠળ આયોજીત રેસલિંગની બિગ ફાઇટમાં અભિનેત્રી રાખી સાવંતને વિદેશી મહિલા રેસલરે ધોઈ નાખી હતી. રાખીએ વિદેશી મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી, જે બાદ વિદેશી રેસલરે રાખી સાવંતને રિ»ગમાં પછાડી દીધી હતી. રાખી સાવંતને ઈજા પહાેંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
અહી રવિવારે બિગ ફાઇટ દરમિયાન મહિલા રેસલરો વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી. જ્યાં વિદેશી મહિલા રેસલર રૈવલે મુકાબલો જિત્યા બાદ ચેલેન્જ આપી હતી કે કોઈ ભારતીય મહિલામાં દમ હોય તો તેની સામે આવીને લડે. જોકે, કોઈએ તેની ચેલેન્જનો સ્વીકાર કર્યો ન હતો. આ દરમિયાન રાખી સાવંત સ્ટેજ પર આવી ગઈ હતી અને મહિલા રેસલરને ચેલેન્જ આપી હતી કે દમ હોય તો તેના જેવો ડાન્સ કરીને બતાવે. જે બાદમાં બંને વચ્ચે ફાઇટ શરુ થઈ ગઈ હતી. રાખી સાવંતનો ડાન્સ જોઈને લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. આ દરમિયાન રાખી સાવંતે રૈવલને ગુસ્સો અપાવ્યો હતો, જે બાદમાં તેણે રાખી સાવંતને ઉઠાવીને રિ»ગમાં પછાડી દીધી હતી. રાખી સાવંત નીચે પટકાતા તે દર્દથી કણસવા લાગી હતી. બાઉન્સરો તાત્કાલિક તેને ઉઠાવીને રિ»ગમાંથી બહાર લઈ આવ્યા હતા. રાખીએ આયોજકોને જણાવ્યું કે તેની પીઠ અને પેટમાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યાે છે, જે બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ રાખી સાવંતની તબિયત સારી છે, હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL