વિધાનગર, ચુનરાવાડના પ્રૌઢ અને નાણાવટી ચોક પાસે યુવાનનું બેભાન હાલતમાં મોત

April 15, 2019 at 4:16 pm


શહેરના વિધાનગર અને ચુનારાવાડના પ્રૌઢ અને નાણાવટી ચોક પાસે કવાર્ટરમાં યુવાનનું બિમારી સબબ બેભાન થઈ જતાં મોત નિપજતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિધાનગર શેરી નં.૧માં રહેતા જયેશભાઈ નંદલાલભાઈ ભાયાણી ઉ.વ.૫૦ નામના પ્રૌઢ ગઈકાલે રાત્રીના તેના ઘેર હતા ત્યારે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં એ–ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ ચુનારાવાડમાં રહેતા રમેશભાઈ વિરજીભાઈ ગોહેલ ઉ.વ.૪૫ નામના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે બિમારી સબબ બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં થોરાળા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે અન્ય બનાવમાં નાણાવટી ચોક પાસે આરએમસી કવાર્ટર નં.૫૩૨માં રહેતો નીતીન મોહનભાઈ ચૌહાણ ઉ.વ.૨૪ નામનો યુવાન તેના ઘેર હતો ત્યારે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

comments