વિધાનસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્તના મુદ્દે કામકાજ સમિતિની બેઠક નિષ્ફળ

March 26, 2018 at 12:16 pm


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ ચૂકી છે. આ દરખાસ્ત પાછી ખેંચાવવા અને સાખ બચાવવા માટે ભાજપ દ્વારા છેલ્લા એક સપ્તાહથી મથામણ ચાલી રહી છે. વિપક્ષના નેતા ધારાસભ્યોનું સસ્પેન્શન ખેંચાવવા માટે આખરી લડાઈ લડી લેવાના મૂડમાં છે. તેવા સંજોગોમાં વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ વિધાનસભાની કાર્યાલય ખાતે બરાબર 10ના ટકોરે શરૂ થઈ હતી પરંતુ તે નિષ્ફળ ગઈ છે.
આ મુદ્દે કાેંગ્રેસ દ્વારા સમાધાન ન થાય તો રાજ્યપાલને અસંદીય નિર્ણયની જાણ કરવા વિશેષ મુલાકાત લેવા માટે ગત શનિવારે આજ સાંજનો સમય પણ લેવાય ચૂકયો છે.કાેંગ્રેસના બે ધારાસભ્યોને ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ કરતા પૂર્વે જ કાેંગ્રેસના દંડક શૈલેષ પરમાર દ્વારા વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી હતી. તો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વિધાનસભાના નિયમોની વિરૂધ્ધ જઈને ત્રણ ધારાસભ્યોના નિયમમાં ધારાસભ્યને સત્ર સમાિપ્તથી વધુ એક દિવસ પણ સસ્પેન્ડ કરી શકાતો નથી.

બીજીબાજુ કાેંગ્રેસના સભ્યોને એવો ભય પણ સતાવી રહ્યાે છે કે, અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થશે તો સંસદીય પ્રણાલીની ગરીમા ઝાંખી થશે અને બહુમતીના જોરે શાસક પક્ષ દ્વારા આ અવિશ્વાસની દખાસ્ત ઉડાડી દેશે તે વાત નિશ્ચિત છે.વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, વિધાનસભાના નિયમોના નિયમ 52-2માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ધારાસભ્યને ચાલુ સત્ર પુરતા જ સસ્પેન્ડ કરી શકાશે. પરંતુ વિધાનસભા અધ્યક્ષે લઘુમતીમાં બેઠેલા વિરોધ પક્ષને રક્ષણ આપવા ફરજથી બંધાયેલા છે. આ તકે અધ્યક્ષ વિધાનસભાની અલ્ટીમેટ આેથોરિટી છે. તેમની સામે વ્યિક્તગત કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ નિયમ વિરૂધ્ધ સસ્પેન્શન પાછુ ન ખેંચાયતો કાયદાની રાહ પકડવી જ પડશે તેના વિના છૂટકો નથી. વિપક્ષ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે. જેના હિતોનું રક્ષણ થવું જોઈએ. બીજીબાજુ જો ધારાસભ્યોનું સસ્પેન્શન રદ ન થાય તો સંસદીય પ્રણાલીમાં નવો ચીલો પડશે જેને કયારેય અટકાવી શકાશે નહી. આ મામલાને લઈને ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે મહત્વની બેઠકનો દૌર શરૂ થઈ ચૂકયો છે. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ સસ્પેન્શન અને અવિશ્વાસની દરખાસ્તને લઈને રૂપાણી અને ધાનાણી વચ્ચે બેઠક મળે તેવા સ્પષ્ટ સંકેતો છે.

Comments

comments

VOTING POLL