વિધાનસભા વિપક્ષના ઉપનેતા નક્કી કરવા ૯ થી ૧૧ સુધી મળનારી બેઠકમાં મંથન કરાશે

February 5, 2018 at 11:43 am


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા નક્કી કરવામાં આવ્યા છે, પણ વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા, દંડક, ઉપદંડક, જાહેર હિસાબ સમિતિના ચેરમેન નક્કી કરવા હવે તા. ૯ થી ૧૧ દરમિયાન મળનારી બેઠકમાં મંથન કરાશે.

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને બનાવાયા છે, પણ ઉપનેતા સહિતના નેતાઓની પસંદગી માટે રાજ્ય સ્તરે મામલો આવતા પસંદગી અટવાઈ છે. હવે તા. ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ધારાસભ્યોની મળનારી માર્ગદર્શન શિબિરમાં સાંસદ અહેમદ પટેલની હાજરીમાં ધારાસભ્યોનો મત લીધા પછી વિધાનસભાના ઉપનેતા, દંડક સહિત અન્ય નેતાઓની પસંદગી થશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ વચ્ચે રવિવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા, દંડક, ઉપદંડક, જાહેર હિસાબ સમિતિના ચેરમેન સહિતના નેતાઓ નક્કી કરવા માટે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં કોઈ નિષ્કર્ષ ન નિકળતા છેવટે ધારાસભ્યોનો મત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પછી દિલ્હી ખાતે મોવડી મંડળ સમક્ષ નામની દરખાસ્ત થશે, આ પછી ફાઈનલ નામોની જાહેરાત કરવામાં આવશે.

વાત્રિકા રિસોર્ટમાં બેઠક યોજાશે

દહેગામ અને કપડવંજની વચ્ચે વાત્રિકા રિસોર્ટમાં ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય શિબિર મળશે. અહીં ધારાસભ્યોને વિધાનસભાનું સંસદીય, કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત વિધાનસભામાં કેવા પ્રકારનું વલણ લેવું તે પણ નક્કી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL