વિન્ટર સિઝનમાં પાર્ટી માટે થઇ જાવ રેડી, આવી ગયા છે જબરદસ્ત વિન્ટર કોસ્ચ્યુમ…

November 7, 2019 at 10:30 am


મોટાભાગના લોકોની ફેવરીટ સીઝન એટલે શિયાળો હોય છે. હરવા-ફરવા, મોજ મસ્તી કરવા શિયાળો બેસ્ટ હોય છે. તેથી ટાઢ પડે તેની સાથે લોકો કોઈને કોઈ જાતની પાર્ટી રાખવાનું આયોજન કરતાં હોય છે. અને ઉજવણી કરવાની હોય ત્યારે માનુનીઓને સૌથી પહેલા લેટેસ્ટ ટ્રેન્ડના વસ્ત્રો ખરીદવાનું મન થાય તે સ્વાભાવિક છે. આજે આપણે આ વર્ષના પાર્ટીવેઅર પર નજર નાખીએ. આ વર્ષમાં મિડ-લેન્ગ્થ, એટલે કે ઘૂંટણ સુધી કે પછી ઢીંચણથી સહેજ નીચે સુધી આવતાં સ્કર્ટ્સ હોટ ફેવરિટ છે. મહત્ત્વની વાત એ છે કે આવા સ્કર્ટની ફેશન વારંવાર પાછી ફરે છે. વળી ‘પોણ્યિા’ સ્કર્ટ પાતળી અને પુષ્ટ બંને પ્રકારની કાયા પર શોભે છે. એકવડો બાંધો ધરાવતી માનુનીઓ એ-લાઈન, મરમેડ/ફિશટેલ સ્કર્ટ પહેરી શકે.

Comments

comments