વિપક્ષનું ગઠબંધન મોદી સામે નહીં, દેશની જનતા સામેઃ નરેન્દ્ર મોદીના પ્રહારો

January 19, 2019 at 4:15 pm


કેન્દ્ર શાસીત વિસ્તાર સેલવાસ ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ ગઠબંધન મોદી વિરોધનું નથી પરંતુ દેશની જનતાની વિરૂધ્ધનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અગાઉ કાેંગ્રેસને ભાંડનારા રાજકીય પક્ષો અને તેના આગેવાનો સતા મેળવવા માટે એક મંચ પર આવી રહ્યા છે. આ પ્રકારનું ગઠબંધન દેશની જનતાના વિરોધનું બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકશાહીનું ગળું ટુપનારાઆે લોકશાહી બચાવવાના નામે પ્રજાને ગૂમરાહ કરી રહ્યાં છે પરંતુ પ્રજા સારા સારાના મીજાજ બદલી નાખવાની તાકાત ધરાવે છે. બંગાળમાં માત્ર એક એમએલએ ધરાવતા ભાજપે ત્યાંની સરકારની ઉંધ હરામ કરી દીધી છે. દેશની તબાહ કરનાર લોકો મીડિયામાં ચમકીને ભલે પોતાનું સ્થાન ઉભુ કરે પરંતુ લોકોના દીલમાં તે કયારેય જગ્યા બનાવી નહી શકે. સત્તાથી વિમુખ થયેલા અને આકુળ-વ્યાકુળ બનેલા લોકોના ગંઠબંધનને લોકો જાકારો આપશે.

ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું ગઈકાલે ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે કેન્દ્ર સાસિત વિસ્તાર શેલવાસ પહોચ્યા હતાં અને જેમાં જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાને દિવ-દમણ અને દાદરા નગર હવેલીના રૂા.1400 કરોડના વિવિધ પ્રાેજેકટોનું લોકાપર્ણ અને ખાતમુહંર્ત કર્યુ હતું.
દાદરા નગર હવેલીમાં રૂા.200 કરોડના ખર્ચે 150 સીટની નવી મેડીકલ કોલેજનું ખાતમુહંર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ કોલેજ આવતા વર્ષથી ચાલુ થઈ જાય એ માટે બિલ્ડીગની વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે. આઝાદી બાદ પ્રથમ વખત કેન્દ્રસાસીત પ્રદેશને મેડીકલ કોલેજની ભેટ મળી છે. હાલ 15-15 બેઠક અલગ અલગ સ્થળોએ મેડીકલના આ વિસ્તાર માટે છે પરંતુ હવે એક જ સ્થળે 150 બેઠકની મેડીકલ કોલેજ દાદરા નગર હવેલીમાં શરૂ થશે.
ભાજપના શાસનમાં છેલ્લા પાંચ વર્ષમાં આ કેન્દ્રસાસિત વિસ્તારમાં રૂા.9 હજાર કરોડનું રોકાણ થયું છે તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે આવાશ યોજના, ઉંવલા યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અને હેલ્થ વેલનેસ સેન્ટરો મોટા પ્રમાણમાં શરૂ કરાયા છે. કેન્દ્રસાસીત પ્રદેશ આેડીએફ મુકત જાહેર કરાયો છે અને ઘરે ઘરે શૌચાલય બનાવાયા છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ અને આવાસ અમારી સરકારની પ્રાથમિકતા છે. ઉદ્યાેગો માટે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અને આઈટી પોલીસી પણ જાહેર કરવામાં આવી છે તેના કારણે આ વિસ્તારમાં ઉદ્યાેગો મોટો પ્રમાણમાં ચાલુ થશે. સૌનો સાથ સૌનો વિકાસનું સુત્ર આપતા વડાપ્રધાને કહ્યું હતું કે સમાજના છેવાડાના માનવીને પણ તમામ સુખ સુવિધા મળી રહે તેવો આ સરકારનો પ્રયાસ છે. ભુતકાળની કાેંગ્રેસની સરકારે 50 વર્ષના શાસનમાં 25 લાખ આવાસોનું નિમાર્ણ કર્યુ હતું ત્યારે અમારી સરકારી માત્ર પાંચ વર્ષમાં 1 કરોડ 25 લાખ આવાસોનું નિમાર્ણ કર્યુ છે.

Comments

comments

VOTING POLL