વિમાનમાં સીટ નીચે સંતાડેલી 47 લાખની સોનાની લગડી જપ્ત

August 16, 2018 at 10:59 am


મુંબઈના ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટની નીચે સંતાડેલી 47 લાખ રુપિયાથી વધુની કિંમતની સોનાની લગડીઆે મળી આવી હતી. મળેલી માહિતીને આધારે સવારે કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઆેએ અબુધાબીથી આવેલી ફ્લાઈટમાં તપાસ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન 1.74 કિલો વજનની 15 સોનાની લગડી મળી આવી હતી. સીટની નીચે મૂકેલી પાઈપના પોલાણમાં સોનું સંતાડવામાં આવ્યું હતું, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. મળી આવેલા સોનાની કિંમત 47.69 લાખ રુપિયા હોવાનું જાણવા મળ્યું હતું. કસ્ટમ્સની ડ્યૂટી ભર્યા વિના દાણચોરીથી લાવવામાં આવેલા આ સોનાનું કોઈ દાવેદાર ન હોઈ વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL