વિરાટ કોહલીઃ ક્રિકેટનું ઘરેણું

January 24, 2019 at 9:22 am


વિરાટ કોહલીએ ક્રિકેટમાં પોતાની બાદશાહત ફરી એક વખત સાબિત કરી આપી છે. તાજેતરમાં આેસ્ટ્રેલિયામાં હરીફ ટીમને ધૂળ ચાટતી કરી દીધા પછી ગઈકાલે ન્યૂઝીલેન્ડની ટીમને પણ પ્રથમ વન-ડેમાં હરાવી ટીમે અને કોહલીએ ભારતની ટીમ qક્રકેટમાં અજેય છે તે દુનિયાને બતાવી દીધું છે. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી જબરા ફોર્મમાં છે. છેલ્લા અમુક વર્ષોથી અને ખાસ કરીને 2018ના વર્ષમાં જોરદાર ફોર્મમાં રમેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી એવોડ્ર્સ-2018માં ટોચના ત્રણ એવોર્ડ જીતીને ધમાલ મચાવી દીધી છે.

qક્રકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ qક્રકેટ કાઉિન્સલ દ્વારા વર્ષ 2018 માટેના તેના પ્રતિિષ્ઠત એવોડ્ર્સની જાહેરાત કરવામાં આવી છે. આમાં, કોહલીએ આઈસીસી મેન્સ qક્રકેટર આેફ ધ યર, આઈસીસી મેન્સ ટેસ્ટ qક્રકેટર આેફ ધ યર અને આઈસીસી મેન્સ વન-ડે qક્રકેટર આેફ ધ યર એવોડ્ર્સ હાંસલ કર્યા છે.આ ઉપરાંત તે આઈસીસી મેન્સ ટેસ્ટ અને વન-ડે એમ બંને ટીમનો 2018 વર્ષ માટે કેપ્ટન તરીકે પણ પસંદ કરાયો છે. સર ગાફિર્લ્ડ સોબર્સ ટ્રાેફી ફોર આઈસીસી qક્રકેટર આેફ ધ યર સતત બીજી વાર જીતનાર કોહલી qક્રકેટના ઈતિહાસમાં પહેલો જ ખેલાડી બન્યાે છે.એણે 2018માં પણ આઈસીસી ટેસ્ટ અને વન-ડે ક્રિકેટરના એવોર્ડ જીત્યા હતા.

કોહલીએ 2018ના વર્ષમાં 13 ટેસ્ટ મેચોમાં પાંચ સદી સાથે 55.08ની સરેરાશ સાથે 1,322 રન કર્યા હતા. વન-ડે qક્રકેટમાં એણે 14 ઈન્ટરનેશનલ મેચોમાં 6 સદી સાથે 133.55ની એવરેજ સાથે 1,202 રન કર્યા હતા. કોહલી વર્ષ દરમિયાન 10 ટંેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો હતો જેમાં એણે 211 રન કર્યા હતા.કોહલીએ બાદમાં પોતાના સંબોધનમાં કહ્યું કે આ ઈનામ મને વીતી ગયેલા આખા વર્ષમાં સખત પરિશ્રમ માટે મળ્યું છે. આઈસીસી સંસ્થા તરફથી વૈિશ્વક સ્તરે આ પ્રકારની માન્યતા મળી એને હું ક્રિકેટર તરીકે મારું ગૌરવ સમજું છું. આ પ્રકારના સમ્માનથી આવો જ દેખાવ કરવાનું જાળવી રાખવાની વધારે પ્રેરણા મળી રહે છે, કારણ કે તમારે qક્રકેટનું સરસ ધોરણ તો જાળવી જ રાખવું પડે અને દેખાવમાં સાતત્યતા લાવતા જ રહેવું પડે.કોહલીના આ વિચારો નવા ખેલાડીઆે માટે ઘણા ઉપયોગી સાબિત થઇ શકે છે.

Comments

comments

VOTING POLL