વિરાટ કોહલીને ભારતરત્ન આપોઃ વડાપ્રધાન સમક્ષ માગણી

November 7, 2018 at 10:55 am


વિરાટ કોહલીના 30મા જન્મદિવસ પર આેલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન (એઆઇજીએફ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો આગ્રહ કર્યો છે. કોહલીએ ભારતીય ટીમ માટે સતત સારુ પ્રદર્શન કર્યુ છે અને qક્રકેટના ત્રણે પ્રારુપમાં કુલ 18,500 રન બનાવ્યા છે. ટેસ્ટ અને વન ડેમાં તેની સરેરાશ પણ 50થી વધુની છે.

એઆઇએફજીએ પોતાના પત્રમાં કહ્યું,qક્રકેટને દેશમાં સૌથી વધારે પ્રેમ કરવામાં આવે છે અને વિરાટ કોહલીને ગત ઘણા વર્ષોથી પોતાના પ્રદર્શનથી અરબો પ્રશંસકોનું દિલ જીત્યુ છે. એઆઇજીએફ માને છે કે, વૈિશ્વક રમત ક્ષેત્રમાં ભારતનું સ્તર અને છબિને વધારો કરવામાં કોહલી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના કારણે તેને ભારત રત્ન આપવો જોઇએ.

પત્રમાં કહેવાયું છે કે,કોહલીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો મતલબ તેની પ્રતિભા, યોગ્યતા અને સખત પરિશ્રમને પુરસ્કૃત કરવી પડશે. પૂર્વ qક્રકેટર સચિન તેંદુલકરને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

કોહલી હાલમાં વન-ડેમાં સૌથી ઝડપી 10000 રન બનાવાના રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પહેલા આ રેકોર્ડ સચિન તેંદુલકરના નામે હતો જેણે 259 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યાપરે કોહલીએ આ આંકડો 205 મેચમાં આંબી લીધો છે. વિરાટ કોહલીને પÚશ્રી, આઇસીસી આેડીઆઇ ટીમ આેફ ધ યર, અજુર્ન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

Comments

comments

VOTING POLL