વિરાટ કોહલી ઈતિહાસ રચવાથી બે ડગલા દૂર

August 24, 2018 at 7:16 pm


બોલિંગની વાત કરવામાં આવે તો જેમ્સ એન્ડરસન દુનિયાનો નંબર-1 ટેસ્ટ બોલર છે. જાડેજા ત્રીજા અને અશ્વિન સાતમાં સ્થાને નોટિંઘમ ટેસ્ટમાં ભારતને જીત અપાવનાર સુકાની વિરાટ કોહલીએ ફરી પોતાનો નંબર વનનો તાજ મેળવી લીધો છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટિવ સ્મિથને પછાડીને નંબર વનની ખુરશી પોતાના નામે કરી છે. ઉલ્લેખનીય છે કે લોડ્ર્સ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ કોહલીએ પોતાનો નંબર વનનો તાજ ગુમાવી દીધો હતો.
વિરાટ કોહલી ભલે નંબર વન બેટ્સમેન બન્યો હોય પણ તે ઇતિહાસ રચવાથી બે કદમ દૂર છે. નવા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીના 937 અંક છે. જો તે ચોથી ટેસ્ટમાં ફરી રનનો વરસાદ કરીને ટેસ્ટ રેટિંગમાં વધારે બે પોઇન્ટ મેળવવા સફળ રહેશે તો તે કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી નાખશે. કુમાર સંગાકારાના નામે એશિયન બેટ્સમેનમાં ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધારે 938 પોઇન્ટ મેળવવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલી સિવાય રેન્કિંગમાં ભારતનો ચેતેશ્વર પૂજારા ટોપ-10માં છે. પૂજારાએ ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. આ કારણે તે રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને આવી ગયો છે. બોલિંગની વાત કરવામાં આવે તો જેમ્સ એન્ડરસન દુનિયાનો નંબર-1 ટેસ્ટ બોલર છે. જાડેજા ત્રીજા અને અશ્વિન સાતમાં સ્થાને છે.

Comments

comments

VOTING POLL