‘વિરાટ’ વિજય

January 9, 2019 at 8:54 am


ક્રિકેટ રમતા દેશોમાં બળુકી ટીમ ગણાતી આેસ્ટ્રેલિયાની ટીમને તેની જ ધરતી ઉપર ધોબી પછાડ આપીને ભારતની ટીમે પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝની વાત આવે ત્યારે ભારતીય ટીમને નબળી આંકવામાં આવતી હતી પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચી દીધો છે. આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે 1947-48થી 2018-19 દરમિયાન 29 કેપ્ટનોએ દમ લગાવ્યો હતો પરંતુ સફળતા માત્ર વિરાટ કોહલીને મળી છે. તેમાં વિરાટ કોહલી સહિત ભારતના 13 કેપ્ટન, પાકિસ્તાનના 10 કેપ્ટન અને શ્રીલંકાના પાંચ કેપ્ટન સામેલ છે જ્યારે બાંગ્લાદેશનો એક કેપ્ટન પણ છે. એટલે આેસ્ટ્રેલિયામાં જે 28 કેપ્ટન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું છે.

પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં વિજય અપાવનાર વિરાટ કોહલી પોતાની સૌથી મોટી સિિÙ માને છે. તેનું કહેવું છે કે, તેનાથી ભારતીય ટીમની એક અલગ આેળખ બનશે. વિરાટ કોહલી આઠ વર્ષ પહેલાં ધોનીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપની ટ્રાેફી ઉઠાવી ચૂક્યો છે પરંતુ તે આેસ્ટ્રેલિયામાં મળેલી જીતને વર્લ્ડ કપથી પણ મોટી જીત માને છે.

આૅસ્ટ્રેલિયાના સંખ્યાબંધ માઇનસ પોઇન્ટ્સની સામે ભારતના પ્લસ પોઇન્ટ્સ ઘણાં છે. સૌથી મોટો પ્લસ છે વિરાટ કોહલીની સફળતા પર જ આ બેટિંગ લાઇન-અપ નિર્ભર નથી. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાને અંતે ત્રણ નંબર પર રાહુલ દ્રવિડના યોગ્ય ઉત્તરાધિકારી તરીકે મળેલી સફળતા સૌથી મોટું સકારાત્મક પરિબળ છે. રિષભ પંતની બેટિંગ અભિગમમાં ધીરે-ધીરે પણ મક્કમતાથી આવી રહેલી પાકટતા. હા, હજી એની કીપિંગમાં સુધારાનો ઘણો અવકાશ છે. મયંક અગરવાલના રુપમાં મળેલો ભરોસાપાત્ર આૅપનર. હવે એની સાથે પૃથ્વી શો ટેસ્ટમાં આૅપનિંગમાં સફળ થાય તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. બોલરોની તો વાત જ શું કરવી…જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી અને ઇશાંત શમાર્ની ત્રિપુટીએ આૅસ્ટ્રેલિયન બેટ્સમેનોને દિવસે તારા દેખાડéા જ્યારે અશ્વિન, જાડેજા અને કુલદીપે કાંગારું બેટ્સમેનોના નબળા ફૂટવર્કને છતું કરી દીધું.

અગાઉની દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની નિષ્ફળતાને ભૂલીને આૅસ્ટ્રેલિયામાંના વિજયને નવા ટેસ્ટ યુગની શરુઆત ગણીએ અને આશા રાખીએ કે આ મુકામ પર ટીમ ઇન્ડિયા સંતોષ ન માની લે પણ દક્ષિણ આqફ્રકા અને ઇંગ્લેન્ડમાંય વિજય મેળવીને અજેય ટેસ્ટ ટીમની મંઝિલ પર પહાેંચે, જે હજી ઘણી દૂર છે.

Comments

comments

VOTING POLL