વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું મહત્વનું છે : અદિતિ રાવ

March 1, 2018 at 6:56 pm


મિલ્ટસ્ટારર કરતાં મારા માટે અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મહત્વનું છે. અદિતિ રાવ હૈદરી માટે વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું સૌથી મહત્વનું છે. અદિતિએ લંડન, પેરિસ, ન્યુ યોર્ક, ભૂમિ અને પÚાવત જેવી હટકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટા ભાગે મિલ્ટસ્ટારર ફિલ્મમાં જ કેમ કામ કરે છે એ વિશે પૂછતાં અદિતિએ કહ્યું હતું કે મેં મિક્સ સિનેમામાં કામ કર્યું છે. મેં લંડન, પેરિસ, ન્યુ યોર્ક અને મર્ડર 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે જેની સ્ટોરી બે -ત્રણ વ્યિક્તની આસપાસ જ ફરતી હોય છે.

ભૂમિ પણ એવી જ ફિલ્મ હતી. મેં એવી ઘણી ફિલ્મો કરી છે અને એ સાથે જ મિલ્ટસ્ટારર ફિલ્મો પણ કરી છે. હું ક્યારેય કોઈ પણ પ્રકારની ફિલ્મોથી દૂર નથી ભાગતી. મારા માટે ડિરેક્ટર અને ફિલ્મ બનાવતી ટીમ મહત્વની છે જેઆે િસ્ક્રપ્ટ અને મારા પાત્રને જીવંત કરે છે. હોલીવુડની સેલિબ્રિટીઝ જેનિફર લોરેન્સ, નેટલી પોર્ટમેન અથવા તો બ્રેડ પિટ જેવા ઘણા અંºત ઍક્ટર્સ દરેક પ્રકારની ફિલ્મો કરે છે.

તેઆે જે રીતે કામ કરે છે એના પરથી પ્રેરણા લઈને હું પણ અહી અલગ-અલગ ફિલ્મો કરવાનો પ્રયત્ન કરું છું. મારા માટે મિલ્ટસ્ટારર કરતાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મહત્વનું છે.

Comments

comments

VOTING POLL