વિશ્વકપ 2019ની ટીમમાં રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક

February 12, 2019 at 6:51 pm


અખિલ ભારતીય પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદનું કહેવું છે કે રિષભ પંત, વિજય શંકર અને અંિજ્કય રહાણે વિશ્વકપ માટે પસંદ થનારી ભારતીય ટીમમાં હોઈ શકે છે. આઈસીસી qક્રકેટ વિશ્વકપ આ વર્ષે Iગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ભારતને ટાઇટલનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. પ્રસાદે સ્વીકાર્યું કે પંતે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે અને વિજયની બેટિંગે વિશ્વકપ માટે પસંદ થનારી ટીમને એક નવો વિકલ્પ આપ્યો છે.
એક ન્યૂઝ વેબસાઇટે પ્રસાદના હવાલાથી જણાવ્યું, ચોક્કસ પણે પંત રેસમાં છે. તેણે પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે જે એક સારી વાત છે. છેલ્લા એક વર્ષમાં રમતના તમામ ફોર્મેટમાં પંતનું પ્રદર્શન દમદાર રહ્યું છે. અમને થયું કે, તેને પરિપક્વ થવાની જરુર છે તેથી અમે તેને ઈન્ડિયા-એની દરેક સંભવિત સિરીઝમાં સામેલ કર્યો. પંતે 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુÙ માત્ર ત્રણ વનડે રમી પરંતુ ટેસ્ટ qક્રકેટ અને ઈન્ડિયા-એ તરફથી કરાયેલા શાનદાર પ્રદર્શનની પ્રસાદે પ્રશંસા કરી હતી.

Comments

comments