વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની BCCIની વેબસાઇટ થઇ બંધ

February 5, 2018 at 1:59 pm


વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI પોતાની અધિકારિક વેબસાઇટનું ડોમેન રિન્યૂ કરાવવામાં સક્ષમ નથી. આ જ કારણે હવે બોર્ડની વેબસાઇટે કામ કરવાનું બંધ કરી દીધું છે. ઇન્ટરનેટ પર BCCIની વેબસાઇટ પર ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ સાથે જોડાયેલા વીડિયો, પ્રેસ બ્રીફિંગ અને ફોટો છે પરંતુ હવે આ વેબસાઇટ ઓપન નથી થઇ રહી.બોર્ડની વેબસાઇટ રવિવાર સવારથી કામ નથી રહી કરી અને સૌથી શરમજનક સ્થિતિ એ હતી કે આવું ત્યારે થયું જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ સેંચુરિયનમાં બીજી વન ડે રમી રહી હતી અને બોર્ડના ટ્વીટર પેજ પર આ વેબસાઇટે લિંક કર્યું હતું. જ્યારે આ મેચના તમામ અપડેટ આપવામાં આવી રહ્યા હતા.બીસીસીઆઇની વેબસાઇટ પર ભારતીય મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમ સહિત સ્થાનિક ક્રિકેટ અંગેના સમાચાર મળી રહે છે. વેબસાઇટ પર બોર્ડના સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ જોવા મળી રહેતા હોય છે. ક્રિકેટના ચાહક આ વેબસાઇટ પરથી ફોટો, વીડીયો ડાઉનલોડ કરતા હોય છે.

Comments

comments

VOTING POLL