વિશ્વનું એકમાત્ર સમુદ્ર નારાયણ રૂક્ષ્મણી અને દ્વારકાધીશ જગતમંદિર રોશનીથી ઝળહળી ઉઠશે

August 21, 2018 at 11:12 am


યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એક દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે અને હજુ પણ કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની તીથર્ધામ તેમજ પ્રવાસન ઉધોગના વિકાસના હકારાત્મક અભિગમને લીધે આગામી સમયમાં વધુ વિકાસકાર્યો કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજના તળે ચાલી રહ્યાં છે તેમાં વિકાસરૂપી પ્રસાદ યોજના અંતર્ગત કામગીરીના ભાગરૂપે દ્વારકાધીશ જગતમંદિર, ભગવાનના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિર તથા ગોમતી નદી તેમજ સમુદ્ર નારાયણનો જે જગ્યાએ સંગમ થાય છે તે સંગમ નારાયણ (સમુદ્ર નારાયણ) મંદિરને રૂપિયા ત્રણ કરોડના ખર્ચે રોશનીથી ઝળહળતું કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે, સાંસદ પૂનમબેન માડમની જહેમતથી કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના વિકાસાથ£ પ્રસાદ યોજના મંજુર કરી છે આ યોજનાના ભાગરૂપેના આ પ્રાેજેકટમાં દ્વારકાધીશ મંદિર, રૂક્ષ્મણીજી મંદિર તથા સમદ્રનારાયણ મંદિરને વિવિધ કલરની ઉચ્ચ ગુણવતાવાળી અને વધુ પ્રકાશની ક્ષમતાવાળી આધુનિક લાઇટીગ સીસ્ટમવાળી લાઇટોથી મંદિરના શિખરને મઢીને રાત્રિ સમયે આ ત્રણેય મંદિરોને ઝળહળતી રોશનીમાં ઝગારા મારતું અને વધુ દાર્શનિક બનાવવામાં આવનાર છે, દેશ વિદેશના યાત્રિકોની મુલાકાતોમાં સતત વધારો થયો હોય આ ભૌગોલિક તેમજ ધામિર્ક મહત્વ ધરાવતા સ્થળોને સવિશેષ આકર્ષણરૂપ બનાવવાના પ્રયાસરૂપ સરકાર દ્વારા પ્રસાદ યોજનાના ભાગતળે દ્વારકાધીશ જગતમંદિરમાં રૂપિયા એક કરોડ અઠાવીસ લાખ, રૂક્ષ્મણીજી મંદિરમાં રૂા. ત્રીસ લાખ તેમજ સમુદ્રનારાયણ મંદિરમાં રૂા. તેત્રીસ લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવા અંગેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં જે કામગીરી હવે અંતિમ તબકકામાં હોય નવરાત્રી ઉત્સવ દરમ્યાન જ આ મંદિરોની રોશની શરૂ થઇ થાય તે તરફ ઝડપભેર કામગીરી ચાલી રહી છે, દ્વારકાધીશ જગતમંદિરમાં પાંચ માળ અને એકસો પચાસ ફºટની ઉંચાઇ સાથેના સંપૂર્ણ શિખરના દરેક ભાગોમાં લાઇટો મુકી રોશનીથી ઝળહળતું કરવામાં આવનાર છે, આ ઉપરાંત છપ્પનસીડી પાસેના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર સહીતના અન્ય વિસ્તારોને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવનાર છે. દ્વારકામાં ગોમતી ઘાટ તેમજ સમ્રદ્રના સંગમસ્થાને આવેલ પૌરાણિક સમુદ્ર નારાયણ મંદિર કે જે સંગમનારાયણ મંદિર તરીકે પણ આેળખાય છે તે વિશ્વનું એકમાત્ર સમુદ્રનારાયણનું મોટું મંદિર ગણાય છે, આ મંદિરને ઝળહળતું કરવાના સરકારના અભિગમને સ્થાનીય ગુગ્ગળી જ્ઞાતિના અગ્રણી પંડીતોની બિરદાવતાં આ વિશ્વના એકમાત્ર સમુદ્રનારાયણ મંદિરની કીતિર્ તેમજ પ્રચાર-પ્રસારમાં આ યોજના તળેની કાર્યવાહીથી વધારો થશે તેવો આશાવાદ વ્યકત કરતાં સરકારની યોજનાને વખાણી હતી.

Comments

comments

VOTING POLL