વિશ્વનું રહસ્યમય સ્થળ, બારેમાસ થાય છે વીજળીના કડાકા-ભડાકા !

September 12, 2019 at 10:24 am


આજના યુગમાં એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં વિજ્ઞાન પહોંચી ન શક્યું હોય. વિજ્ઞાને આજે દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ તેમ છતાં પૃથ્વી પર ઘણી એવી જગ્યા છે જેનું રહસ્ય આજે પણ જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકો પણ આ રાઝ જાણવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે જ આવી જ એક જગ્યા છે જે દક્ષિણ અમેરીકાનાં દેશ વેનેઝુએલામાં છે. તમને માનવામાં નહીં આવે પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં બારેમાસ આકાશમાં વીજળીના કડાકા ભડાકા બોલતા હોય છે. વેનેઝુએલામાં એક તળાવ આવેલું છે કે જે તળાવ પર હર વખતે આકાશી વિજળી કડકતી રહે છે. પરંતુ આજ સુધી કોઈ વૈજ્ઞાનિક તેનું રહસ્ય જાણી શક્યું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ તળાવની ઉપરનું આકાશ વીજળીને લઈને એક કે બે વાર નહીં પરંતુ એક કલાકમાં હજારો વખત ચમકે છે. આ રહસ્યને “બીકન ઓફ મેરાકાઇબો” કહેવામાં આવે છે. આમ તો તેના અન્ય પણ ઘણા નામ છે જેમ કે, કેટાટુમ્બો લાઈટનિંગ એવરલેસ્ટિંગ સ્ટોર્મ, ડ્રામેટિક રોલ ઓફ થંડર વગેરે… જોકે કેટલાક લોકો આ સ્થાનને વિશ્વનું પ્રાકૃતિક શક્તિ ગૃહ પણ કહે છે. આ સ્થળની ખાસિયત એ પણ છે કે અહિયાં દિવસ હોય કે રાત વીજળી કકડતી જ રહે છે. મીડિયા અહેવાલોની વાત કરીએ તો, વેનેઝુએલામાં આવેલી આ નદીનું નામ કૈટાટુમ્બો છે કે જ્યાં તે મરાકાઇબો તળાવમાં જોડાય છે, વર્ષમાં આ નદી ૨૬૦ દિવસ તોફાની હોય છે અને રાતભર વીજળી ચમકે છે. લેક રાકાઇબોનું નામ ગિનીસ બુકમાં સૌથી વધુ વીજળીનાં ચમકારાવાળું સ્થળ તરીકે પણ નોંધાયું છે.

Comments

comments