વિશ્વને હાલમાં સાત કરોડ શિક્ષકોની જરૂર : અહેવાલ

February 1, 2018 at 8:22 pm


સંયુક્ત રાષ્ટ્ર ના નવેસરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના દેશોને કુલ સાત કરોડ શિક્ષકોની જરૂર છે. તાજેતરના રિપાેર્ટમાં એવી બાબત ઉભરીને સપાટી પર આવી છે કે જો આગામી 14 વર્ષમાં અમે મિલેનિયમ ડેવલપમેન્ટના ઉદ્ધેશ્ય સુધી પહાેંચવા માંગીએ છીએ તાે દુનિયાભરમાં કુલ છ કરોડ 90 લાખ શિક્ષકોની જરૂરીયાત પૂર્ણ કરવી પડશે. આ આંકડો યુનેસ્કો દ્વારા જારી કરવામાં આવ્યો છે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વભરમાં જો સાત કરોડ શિક્ષકો રહેશે તાે દુનિયાભરના એવા 26 કરોડ 30 લાખ બાળકો સુધી શિક્ષણની સુવિધા પહાેંચી જશે જે બાળકોને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની સુવિધા મળી શકતી નથી. આનાથી એ ફાયદો પણ થશે કે જે બાળકો શિક્ષકો મેળવી રહ્યાા છે તેમના શિક્ષણના સ્તરમાં સુધારો થશે. સતત વધી રહેલા ક્લાસના કલાકોને પણ આના કારણે ઘટાડી શકાશે. આ રિપાેર્ટ મુજબ યુએને 2030 સુધી આ લક્ષ્યાંક સુધી પહાેંચી જવા માટેની યોજના બનાવી છે. વર્ષ 2030 માટે નક્કી કરવામાં આવેલા મિલેનિયમ ડેવલપમેન્ટ ગાેલમાં કુલ 17 લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. જે વૈશ્વિક વિકાસ અને પ્રગતિના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે. તે પારસ્પર એકબીજા સાથે સંબંધિત છે. પરંતુ શિક્ષણ તેમનામાં સાૈથી ઉપર છે. યુનેસ્કોના અધિકારી સિલવિયા મોનટોયા કહે છે કે કોઇ પણ શિક્ષણ વ્યવસ્થાની જડ તાે શિક્ષક જ હોય છે. વૈશ્વિક પ્રગતિ પણ તેના પર આધારિત રહે છે. પુરતા પ્રમાણમાં શિક્ષકોની હાજરી આધુનિક સમયમાં જરૂરી બની ગઇ છે. શિક્ષકોની ટ્રેિંનગને પણ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. આનાથી બાળકોને વધારે યોગ્ય શિક્ષણ આપી શકાય છે. શિક્ષકોને પુરતા પ્રમાણમાં શિક્ષણના સાધનાે મળે તે પણ જરૂરી છે.

Comments

comments

VOTING POLL