વિશ્વનો પહેલો 10 જીબી રેમવાળો સ્માર્ટફોન

February 1, 2018 at 4:04 pm


ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની વીવો વિશ્વનો પહેલો 10 જીબી રેમવાળો સ્માર્ટફોન લાવી રહ્યું છે. સામે આવેલા અહેવાલ અનુસાર, કંપની પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xplay 7 લાવી રહી છે, જે 10 જીબી રેમ સાથે આવશે. ચીનની માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ Weibo પર વીવો એક્સપ્લે 7 અંગેની માહિતી લીક થઇ છે.
વીવો XPlay 7ના ફીચર્સ
– અગાઉ ઘણી કંપનીઓ 6 જીબી તથા 8 જીબી રેમ સાથે લોન્ચ કરી ચૂકી છે.
– પરંતુ વીવો XPlay 7 વિશ્વનો પહેલો ફોન હશે જેમાં 10 જીબી રેમ છે.
– અહેવાલો અનુસાર, આ ફોનમાં 256 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ હશે.
– XPlay 7માં 92.9 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો છે.
– 10 જીબી રેમ સિવાય બેઝલ લેસ ડિસ્પ્લે પણ આ ફોનની ખાસિયત છે.
– ફોન 4K OLED ડિસ્પ્લે સાથે આવશે.
– ફોન ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવશે, જે 4X ઓપ્ટિકલ ઝૂમ સાથે આવશે.
– વીવોનો આ ફોન સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે આવશે.
– આ સ્માર્ટફોન બે વેરિયન્ટ 256 gb અને 512 gb સ્ટોરેજ સાથે આવશે.
– આ ફોનમાં અન્ડર ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર હશે.

Comments

comments

VOTING POLL