વિશ્વ કોલ્ડ વોર તરફ ધપી રહ્યું છે: યુનોના વડા

March 31, 2018 at 11:02 am


વૈશ્ર્વિક સંસ્થા સંયુકત રાષ્ટ્ર્રસઘં (યુનો)ના વડાએ વિશ્ર્વ શીત યુદ્ધ (કોલ્ડ વોર) ભણી આગળ વધી રહ્યું હોવાની ચિંતા વ્યકત કરી હતી.
દરમિયાન, રશિયાએ યુરોપના અને યુરોપની બહારના અનેક દેશના રાજદ્રારીઓને બોલાવીને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. આ ઉપરાંત, ડચ રાજદ્રારીઓના દેશનિકાલનો આદેશ આપ્યો હતો.
સંયુકત રાષ્ટ્ર્રસંઘના વડાએ અમેરિકા અને રશિયાને અસરકારક સંદેશવ્યવહાર અને મંત્રણા કરીને વિશ્ર્વને શીત યુદ્ધ ભણી આગળ વધતું રોકવાની સલાહ આપી હતી.
અગાઉ, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ચાલુ સાહે જ યુકેમાં ચોથી માર્ચે રશિયાના ભૂતપૂર્વ ડબલ–એજન્ટ સર્ગેઇ સ્ક્રિપાલને કહેવાતું ઝેર આપવાને મુદ્દે અમેરિકામાંના રશિયાના ૬૦ રાજદ્રારીનો દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાએ રશિયાના જે ૬૦ નાગરિકનો દેશનિકાલ કરવાનો હત્પકમ કર્યેા હતો તેમાંના ૧૨ જણ સંયુકત રાષ્ટ્ર્રસંઘમાંના રશિયાના મિશનમાં રહીને જાસૂસી કરતા હોવાનું કહેવાય છે.
સંયુકત રાષ્ટ્ર્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગટરેસે જણાવ્યું હતું કે હત્પં આ બાબતમાં ઘણો ગંભીર અને ચિંતિત છું. મને લાગે છે કે આપણે શીત યુદ્ધ ભણી આગળ વધી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે અગાઉ શીત યુદ્ધ વખતે વિશ્ર્વની બન્ને મહાસત્તા સંપૂર્ણ નિયંત્રણ માટે બળાબળની સ્પર્ધા કરતી હતી, પરંતુ હાલમાં આ સંઘર્ષમાં અન્ય દેશો પણ જોડાયા છે.
સંયુકત રાષ્ટ્ર્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગટરેસે જણાવ્યું હતું કે શીત યુદ્ધ વખતે પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતી ન રહે તેનું ધ્યાન રાખવા સંદેશવ્યવહારની ખાસ યંત્રણા હતી. હાલમાં આવી યંત્રણા ઊભી કરીને તંગદિલી ઘટાડવા પ્રયાસ કરવા જોઇએ.
તેમણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચેની શિખર મંત્રણા અંગે અને શાંતિ સ્થાપવા તેમ જ નિ:શક્રીકરણની દિશામાં લેવાઇ રહેલા પગલાં અંગે ખુશી વ્યકત કરી હતી.
દરમિયાન, રશિયાએ યુરોપ અને યુરોપની બહારના દેશોના રાજદૂતોને બોલાવીને વળતાં પગલાં લેવાની ચેતવણી આપી હતી.
બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઇટલી, લાટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ઝેક પ્રજાસત્તાક અને સ્લોવાકિયા ઉપરાંત યુરોપની બહારના દેશોના રાજદૂતો શુક્રવારે મોસ્કોમાં આવી પહોંચ્યા હતા. તેઓને રશિયાના વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બોલાવીને ચીમકી અપાઇ હોવાનું કહેવાય છે.
અમેરિકા સહિત યુરોપના અનેક દેશે રશિયાના ઘણાં રાજદૂતને દેશનિકાલનો આદેશ આપ્યો હતો અને તેનાથી ગુસ્સે થયેલા મોસ્કોએ વળતાં પગલાં લેવાની તૈયારી શ કરી છે

Comments

comments