વિસાવદરના નાના-મોટા કોટડાના માર્ગે માટી ચોરી કરતા જેસીબી ઝડપાયું, ટ્રેકટરો છનન

May 24, 2018 at 11:06 am


વિસાવદર તાલુકાના નાનાકોટડા-મોટાકોટડા વચ્ચે ફોરેસ્ટ વિભાગની હદમાંથી મોટાપાયે ખનીજ ચોરી ચાલતી હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા રેડ કરીને સ્થળ પરથી એક જેસીબી કબ્જે કર્યુ હતું જયારે ટ્રેકટરો નાસી છૂટયા હતાં. વિગત મેળવવા માટે વિસાવદર વિસ્તારના એસીએફનો ફોન પર સંપર્ક કરતા પોતે આ બનાવથી શાવ અજાણ હતા, ફોરેસ્ટ આેફિસરને આ બનાવની જાણ હશે તેમ જણાવેલ હતું. તો શું વિસાવદર તાલુકા એસીએફને આ બનાવની જાણ નહી હોય કે આ બનાવને છૂપાવવા જાણતા ન હોય તેવી શં( જાગી હતી. જયારે વનવિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હતી. હજારો ટ્રેકટરો ભરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

શું છે આ વિસ્તારની હકીકત

આ વિસ્તાર વનવિભાગના જણાવ્યા પ્રમાણે ફોરેસ્ટની હદનો છે. તે વિસ્તારમાંથી ખેડૂતો માટી કાઢીને પોતાના ખેતરોમાં નાખી રહ્યા હતાં. આ જમીન વન વિભાગની હદમાં આવે તે માલુમ નથી. હાલમાં આ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બોર્ડ મુકવા જોઈએ તેવો મત પ્રવર્તે છે.

Comments

comments

VOTING POLL