વીંછિયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડયો: રૂા.૧૦.૭૨ લાખનો મુદ્દામાલ કબજે

May 18, 2019 at 5:00 pm


રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટા. વીંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન મળેલ હકીકત આધારે વીંછિયા–બોટાદ હાઇ–વે થોરીયાળી ગામ પાસે ટ્રકમાં વિદેશી દારૂના જથ્થો પકડી ઝડપી લીધો હતો. પોલીસે પાડેલા દરોડામાં ધોરાજીના રફીક ઉર્ફે બાઠીય મહમદભાઇ મડમ, યાશીનભાઇ ઇસ્માઇલભાઇ બેલીમની ધરપકડ કરી હતી જયારે ફરાર થઇ ગયો હતો પોલીસે જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નગં ૨૦૨ કિ.૬૦,૬૦૦ તથા ૧૮૦ એમએલની બોટલો નં.૪૮ કિ.રૂા.૪૮૦૦ મળી કુલ બોટલ નં.૨૫૦ની કિ.૬૫,૪૦૦ તથા અશોક લેલેન્ડ ટ્રક જીજે–૨૩ટી–૮૯૯૯ મળી કુલ મુદ્દામાલ રૂા.૧૦,૭૨,૪૦૦નાં મુદ્દામાલ કબજે કયો હતો

Comments

comments

VOTING POLL