વીછિયામાં જિર્ણોધ્ધાર થયેલા જવાહર બાગનું મંત્રી બાવળિયાના હસ્તે લોકાર્પણ

July 13, 2019 at 11:14 am


વીછિયામાં લગભગ અઢી દાયકાથી ખંઢેર હાલતમાં પડેલા જવાહર બાગને સેવાભાવી ડો. જે.એમ.મકાણી અને વિન્ડફામ કંપનીના આિથર્ક દાનના સહારે નવીનીકરણ કરી શુક્રવારે સાંજે કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખુલ્લાે મુકાયો હતો.
આ તકે જસદણ પ્રાંત અધિકારી અમીત ચૌધરીએ જવાહર બાગને ખંઢેરમાંથી નવપંવીત કેવી રીતે કર્યો તેની માહિતી આપવામાં આવી હતી. પ્રાસંગીક ઉદબોધનમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સરકારની વિકાસ ગાથા વર્ણવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અનીલકુમાર રાણાવસીયાએ જણાવ્યું હતું કે, જવાહર બાગનું નવીનીકરણ થઈ ગયું છે. હવે પ્રજાએ વિંછીયાની જનતાએ જવાહર બાગનું જતન કરવાનું છે. આ તકે દાન આપનાર દાતાનું સન્માન કરાયું હતું.
આ તકે વિંછીયા તાલુકા મામલતદાર એ.ડી.ચૌહાણ નિવૃત્ત થતાં તેમનું નિવૃતિ સન્માન પાંચાળ સર્વજ્ઞાતિના પ્રમુખ વિનોદ વાલાણીએ કયુંર્ હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિંછીયાના નગરજનો વગેરે હાજર રહ્યા હતા.

Comments

comments

VOTING POLL