વીજ કર્મચારીઆે ગુરૂવારે માસ સીએલ પર જશે

November 8, 2019 at 12:06 pm


Spread the love

પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઆે સંદર્ભે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પરિણામ ન મળતાં આખરે ગુજરાત ઊજાર્ સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આગામી તારીખ 14 ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
અખિલ ગુજરાત વિÛુત કામદાર સંઘ ના સિનિયર સેક્રેટરી બળદેવભાઇ પટેલ અને જીબીઆ એસોસિએશનના સેક્રેટરી જનરલ બી.એમ. શાહની સહીથી રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તારીખ 14 નવેમ્બરની ગુજરાતની તમામ ડીસ્કોમ, પાવર સ્ટેશન અને જેટકો ના કર્મચારીઆે તથા અધિકારીઆેની સામૂહિક રજાના કારણે વીજ વિક્ષેપ કે જે કોઈ પરિસ્થિતિ ઊભી શકે તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટે રહેશે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત ઉજાર્ વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાત કંપનીમાં ફરજ બજાવતા 55 હજારથી વધુ કર્મચારીઆે અને અધિકારીઆેના સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર ડીએ અને એલાઉન્સ 2016 એપ્રિલથી ચૂકવી આપવા, તાત્કાલિક ભરતી કરવા, હાલની મેડિકલ સ્કીમ સુધારવા, હકક રજાના પૈસા રોકડમાં આપવા, સહિતના મુદ્દે છેલ્લા બે વર્ષથી કોઈ સકારાત્મક નિરાકરણ નહી આવતાં આખરે અખિલ ગુજરાત વિÛુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા સંયુક્ત લડત કરવાની નોટિસ ગત તારીખ 21 આેક્ટોબરના રોજ આપવામાં આવેલ હતી પરંતુ મેનેજમેન્ટ તરફથી યુનિયનને મિટીગ માટે નહિ બોલાવતા અને ચર્ચા નહિ થતા આંદોલન કરવાની ફરજ પડે છે. છેલ્લા સાત વર્ષથી ભારતભરની સરકારી વીજ કંપનીઆેમાં