વીમા મોંઘા થશે, વીમા કંપનીઓએ દર વધાર્યા

April 22, 2019 at 10:50 am


ભારતીય ઉદ્યોગમાં વીમાના દર અનેક વર્ષો સુધી ઐતિહાસિક નિચલાસ્તર પર રહ્યા બાદ હવે તેમાં વધારો શ થઈ ગયો છે અને ચાલુ માસથી જ તેનો પ્રારંભ થયો છે. વીમા કંપ્નીઓએ દરો વધારી દીધા છે અને હવે વીમા મોંઘા થઈ જશે. દેશની અગ્રણી પુર્નવીમા કંપ્ની જીઆઈસીઆરઈ દ્વારા સાધારણ વીમા કંપ્નીઓ પાસેથી ઓછા દર પર કારોબાર લેવાનો ઈનકાર કરી દીધો છે.

હવે જો વીમા કંપ્નીઓએ જવાબદાર પધ્ધતિઓનું પાલન ન કર્યું તો તેઓ પોતાના અન્ડર રાઈટિંગ માટે પુર્નવીમા કવર ખરીદી શકશે નહીં. ભારતીય વીમા કાનૂનો મુજબ સ્વદેશી વીમા કંપ્નીઓને પુર્નવીમાની પ્રથમ પેશકશ જીઆઈસીને કરવી પડે છે. જો જીઆઈસીને લાગે કે કંપ્નીઓ પોતાના જોખમ મુજબ કિંમત દેવામાં નાકામ રહી છે તો આવી કંપ્નીઓને પુર્નવીમા કવર મળતું નથી માટે હવે એમણે પોતાના જોખમો માટે વધુ જોગવાઈ કરવી પડશે અને એનાથી એમના નફામાં પણ ગાબડાં પડશે.

આમ તો વીમાના કારોબારમાં ભારત દુનિયાનું પ્રમુખ કેન્દ્ર બનવા તરફ અગ્રેસર છે પરંતુ અહીં જોખમની અનેક શ્રેણીઓ ખાસ કરીને આગમાં વીમાની દર ઘણી ઓછી છે માટે જીઆઈસીએ તમામ 34 સાધારણ વીમા કંપ્નીઓને તે નોટિસ મોકલી છે તેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ઉદ્યોગની દરેક શ્રેણીમાં આગના જોખમના દરને ભારે વધારાની જર છે એટલે કે આ દરમાં હેવી વધારો કરવાનો રહેશે.
વીમાના ક્ષેત્રમાં આગની ઘટનાઓની ભાગીદારી 7 ટકા જેટલી છે અને નાણાકીય વર્ષ 2018માં તે ા.150,612 કરોડ પિયાની રકમ થઈ ગઈ હતી.
જો કંપ્નીઓ એટલે કે વીમા કંપ્નીઓ ઓછા દર પર બિઝનેસ લે છે તો એમને પુર્નવીમા કવર ખરીદવામાં ભારે સંઘર્ષ કરવો પડે છે. હવે વીમા કંપ્નીઓએ દર વધારવાની શઆત કરી દીધી છે અને આગામી દિવસોમાં દરેક પ્રકારના વીમા મોંઘા થશે.

Comments

comments