વીરપુર (જલારામ) નજીક કાગવડ ખોડલધામ ખાતે મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી

April 8, 2019 at 11:20 am


લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે નવરાત્રીના પ્રથમ દિવસે લેઉઆ પટેલ સમાજની હજારો મહિલાઓ મંદિર ખાતે ઉમટી પડીને મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ કરી તેમજ મંદિરને સુશોભન કરીને ભજન કીર્તન અને માં ખોડલની આરતી ઉતારી હતી.
દર વર્ષે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક ધ્ષ્ટ્રિએ ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે નવરાત્રિમાં શત્રુનો નાશ માટે અને શકિત પ્રા કરવા માટે માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રા થાય છે નવ દિવસ સુધી માં શકિતના નવ પોની સંપૂર્ણ ભકિતભાવથી ભકતો દ્રારા પૂજા અર્ચના કરવામાં આવે છે પુરાણો અનુસાર ચૈત્રી નવરાત્રી પહેલા માં દુર્ગાનું અવતરણ થયું હતું ચૈત્રી નવરાત્રી દરમ્યાન સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજી અને નવ ગ્રહોની પૂજા કરવાથી આખું વર્ષ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે છે એવી પણ માન્યતા છે કે ચૈત્રી નવરાત્રિમાં માતાજી ખુદ આ ધરતી પર આવે છે તેથી માતાજીની આરાધનાથી ધાયુ ફળ મેળવી શકાય છે ભગવાન રામનો જન્મ પણ ચૈત્રી નવરાત્રીમાં જ થયો હોવાથી ચૈત્રી નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે
ત્યારે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ કાગવડ ખાતે આજથી ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને નવ દિવસ દરમિયાન માં ખોડલના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને નવ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર્રભરમાંથી મહિલાઓ ભાગ લેવા માટે આવનાર હોય સ્વયંસેવકો દ્રારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ચૈત્રી નવરાત્રીના આજે પ્રથમ દિવસે હજારો મહિલાઓ ખોડલધામ ખાતે ઉમટી પડી હતી અને સવારે ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી મહિલાઓ દ્રારા મંદિર પરિસરમાં રંગોળી અને સુશોભન કરવામાં આવ્યું હતું અને સાંજે મંદિર પરિસરમાં ભજન મંડળી દ્રારા કિર્તન કરવામાં આવશે અને સાત વાગ્યે માતાજીની આરતી લઈને મહિલાઓ ખોડલધામ મંદિરથી રવાના થશે આમ નવે નવ દિવસ આવો કાર્યક્રમ દરરોજ ચાલશે આ ઉપરાંત આઠમના દિવસે ખોડલધામ મંદિરે હવનનું આયોજન કરાયું છે અને નોમ એટલે રામનવમીના દિવસે ગાયત્રી પરિવાર દ્રારા દીપ યજ્ઞ પણ રાખવામાં આવ્યા છે માં ખોડલના સાનિધ્યમાં નવ દિવસ ઉજવવામાં આવનાર આ ચૈત્રી મહોત્સવની ઉજવણી તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે લેઉવા પટેલ સમાજના બહેનોને શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્રારા અપીલ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL