વૃધ્ધને કારમાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર ઝડપાયા

February 1, 2018 at 2:46 pm


વરતેજના નારી ચોકડીએથી વૃધ્ધને કારમાં મુસાફર તરીકે બેસાડી પાંચ શખ્સોએ છરીની અણીએ વૃધ્ધ પાસેથી રોકડા રૂા. 24,300ની લૂંટ ચલાવી નાસી છુટéા હતા. આ ધાડના ગુનાના આરોપીઆેને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કાર તેમજ રોકડ રકમ સાથે ઝડપી લઇ વરતેજ પોલીસને જાણ કરતા વરતેજ પોલીસ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ રવાના થઇ છે.
વેળાવદર ભાલ તાબેના ટાઢાવડ ગામે રહેતા ખેડૂત વૃધ્ધ વંભભાઇ ઘુસાભાઇ ધોળકીયા (ઉ.વ.73)એ ગત સોમવારે ભાવનગર કડબ (જુવાર) વેચી તેના રૂા. 24,300 લઇ તેના ગામ જવા નારી ચોકડી વાહનની રાહમાં ઉભા હતા. પટેલ વૃધ્ધ વંભભાઇ ધોળકીયાને બપોરના એક વાગ્યાના સુમારે સફેદ કલરની કારમાં પાંચ ઇસમોએ પેસેન્જર તરીકે બેસાડી નારી ગામ નજીક છરીની અણીએ તેની પાસેથી રોકડા રૂા. 24,300 લઇ કારમાંથી ઉતારી અમદાવાદ તરફ નાસી છુટéા હતા.

આ બનાવ અંગે વંભભાઇ ધોળકીયાએ વરતેજ પોલીસમાં પાંચ અજાÎયા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ધાડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી અમદાવાદ ગ્રામ્ય કન્ટ્રાેલ રૂમને નાકાબંધી કરવા અને ધાડના ગુનાવાળી કાર અમદાવાદ તરફ નાસી છૂટી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાનમાં અમદાવાદ ગ્રામ્ય કન્ટ્રાેલ રૂમ દ્વારા નાકાબંધી કરાતા અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પીઆઇ જે.એમ. ચુડાસમા અને સ્ટાફ ધોલેરા નજીકથી ધાડ પાડી નાસી છુટેલી સફેદ કલરની કાર ઇન્ડિગો જીજે કેસી 7302ને ઝડપી લીધી હતી.
પીઆઇ ચુડાસમાએ કારમાં સવાર તમામ પાંચ શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતા તેઆેએ નારી ચોકડીએથી વૃધ્ધને પેસેન્જર તરીકે બેસાડી છરીની અણીએ રૂા. 24,300 લઇ કારમાંથી ઉતારી મુક્યા હતા. ચુડાસમાએ તેમની પુછપરછ દરમ્યાન તમામ શખ્સો રાજુલા પંથકના જીવરાજ રાણા, હરેશ ભીખા, શૈલેષ ભીખા, ભીખા બચુ (તમામ દેવીપૂજક) તથા અનવર મીર (મુસ્લીમ) હોવાનું ખુલ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વરતેજ પોલીસને ધાડના ગુનાના આરોપીઆેને ઝડપી લીધા હોવાની જાણ કરતા વરતેજ પોલીસ આરોપીઆેનો કબ્જો લેવા અમદાવાદ રવાના થયા છે.

Comments

comments

VOTING POLL