વૃધ્ધને ચામાં કેફી પદાર્થ ભેળવીને સોનાના બટન, રોકડ રકમ તથા મોબાઇલની ચોરી

February 1, 2018 at 2:50 pm


પાલીતાણા તાલુકાના દુધાળા ગામના વૃધ્ધ ચાેંડા ગામની સીમમાં ડેમ પાસે જતા હતા ત્યારે બે અજાÎયા છોકરાઆેએ વૃધ્ધને ચા મા ઘેનયુકત પદાથર્ મેળવી પીવરાવી દઇ બાદમાં તેનુ ગળુ દબાવી તેને પહેરેલ શર્ટમાંથી સોનાન 3 બટન તથા રોકડ રકમ અને મોબાઇલ કુલ રૂા. ં13500 મતા લઇ નાસી છુટéા હતા.

પાલીતાણા તાલુકાના દુધાળા ગામે રહેતા પટેલ વૃધ્ધ ભીખાભાઇ નાગજીભાઇ નારોલા (ઉ.વ.69) એ ખેતી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ખેડુત વૃધ્ધ ભીખાભાઇ નારોલા ગત 21મી ના રોજ સાંજના સુમારે ગારીયાધાર તાબેના ચાેંડા ગામની સીમમાં ડેમ તરફ જતા હતા ત્યારે બે અજાÎયા છોકરાએ આવી ભીખાભાઇને ચામા કોઇ ઘેનયુકત પદાથર્ ભેળવી ચા પીવરાવી બાદમાં તેનુ ગળુ દબાણી તેના શર્ટમાં લગાવેલા 3 બટન સોનાના તથા ખીસ્સામાંથી રોકડ રૂા. 12 હજાર અને મોબાઇલ મળી કુલ રૂા. 13,500 ની મતા લઇ નાસી છુટéા હતા.
આ બનાવ અંગે ભીખાભાઇએ ગારીયાધાર પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે બે અજાÎયા છોકરા વિરૂધ્ધ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments