વેકેશન બનાવું છે યાદગાર! વોટ્સએપના નવા ફિચરની માણો ભરપૂર મજા

April 13, 2019 at 1:05 pm


વોટ્સએપનું એક નવું ફિચર જોડવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા સમયથી વોટ્સએપ તેમના યુઝર્સ માટે નવી નવી સુવિધાઓ લોન્ચ કરે છે. ત્યારે હાલ વોટ્સએપે તેના યુઝર્સ માટે વધુ એક ફીચર લોન્ચ કર્યું છે. જેનું નામ વેકેશન મોડ છે. આ ફિચર અત્યારે બીટા મોડમાં છે અને તેમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વોટ્સએપનું એન્ડ્રોઇડ 2.19.101 બીટામાં આ વેકેશન મોડનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

 

ફાયદાઓ વિશે વાત કરીએ તો આ ફીચર દ્વારા તમે તમારી રજાઓ કોઈ પણ પ્રકારના ડીસ્ટબન્સ વગર માણી શકશો. તમે રજાઓમાં બહાર ગયા હોય ત્યારે અને વોટ્સએપની રિંગટોનને દૂર રાખવા માંગો છો તો આ ફિચર ખુબ જ ફાયદાકારક રહેશે. અત્યારે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ્સના યુઝર્સ લાભ લઇ શકે તે માટેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

 

આ ફીચરની ખાસિયત એ છે કે જો તમે વોટ્સએપથી દુર રેહવા માંગતા હોય તો તમે કન્વર્ઝેશનને મ્યૂટ કરી શકો છો અને ફરી વોટ્સએપ ચલાવવા પર તે ચેટમાં એક નવો મેસેજ રિસીવ કર્યા બાદ તમારા આર્કાઇવમાં પરત આવી શકશો, આ ફિચર વોટ્સએપ નોટિફિકેશન સેટિંગમાં શો પ્રીવ્યૂ ઓપ્શનની નીચે હશે.

 

મેસેન્જરની જેમ વોટ્સએપમાં પણ એક નોટિફિકેશન ફિચરને જોડી શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જો તમારા કોન્ટેક્ટ લીસ્ટમાંથી વોટ્સએપમાં જો કોઈ ઓનલાઈન હોય તો તેની પણ યુઝર્સને જાણ થઈ શકે છે.

Comments

comments