વેજોદરી ગામે મોટાભાઇની હત્યા કરનાર નાનાભાઇને આજીવન કેદ

February 13, 2018 at 12:12 pm


ડીસેમ્બર-2016માં મોટર સાયકલ બાબતે મૃતકે ઠપકો આપ્યો હતો ઃ નિંદ્રાધીનભાઇને કુહાડીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધુ હતું

મહુવા તાલુકાના વેજોદરી ગામે ડીસેમ્બર-2016માં સામાન્ય બાબતમાં મોટાભાઇની કુહાડીના ઘા ઝીકી હત્યા કરનારા સગ્ગાનાના ભાઇનો મહુવાની છઠ્ઠી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને દસ્તાવેજી પુરાવા સાક્ષીઆેને ધ્યાને રાખી મેજીસ્ટ્રેટ જે.ટી.શાહએ હત્યારા નાનાભાઇને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે અને રૂા.10 હજાર દંડ કર્યો છે.
દાઠા તાબેના વેજોદી ગામે ગત 13 ડીસેમ્બર-2016ના રોજ મોટર સાયકલ બાબતે ખેતીકામ કરતા ધરમશીભાઇ ઢાપાએ તેના સગ્ગા નાનાભાઇ શૈલેષ ઢાપા (ઉ.વ.20)ને ઠપકો આપ્યો હતો.
મોટર સાયકલ જેવી સામાન્ય બાબતમાં ઠપકો આપતા શૈલેષને લાગી આવતા તેને વાડીમાં નિંદ્રાધીન મોટાભાઇ ધરમશીભાઇ ઢાપાને માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.હત્યાના આ અંગેનો કેસ મહુવાની છઠ્ઠી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલિલો વિવિધ ચુકાદાઆે તથા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઆેના નિવેદનને ગ્રાü રાખી મેજીસ્ટરેટ જે.ટી.શાહએ હત્યાના ગુનામાં શૈલેષ ઢાપાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.10 હજાર દંડ ફટકાર્યો છે અને દંડની રકમમાંથી રૂા.5 હાજાર મૃતકના પિત્નને ચુકવવા આદેશ કર્યો છે.

Comments

comments

VOTING POLL