વેપારીઓએ 34,000 કરોડનો જીએસટી છુપાવ્યો હોવાની સરકારને શંકા

March 12, 2018 at 11:04 am


જૂલાઈ-ડિસેમ્બર વચ્ચે જીએસટી નેટવર્કમાં ફાઈલ રિટર્ન્સનું પ્રાથમિક વિશ્લેષણ કરવા પર એવી શંકા ઉભી થઈ છે કે કારોબારીઓએ રૂ.34000 કરોડ પિયાની ટેક્સ ચૂકવણી છુપાવીને રાખી છે. આ મુદ્દો શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચચર્યિો હતો. હવે એ કારોબારીઓએ નોટિસ મોકલવામાં આવી શકે છે જેમણે જીએસટી રિટર્ન્સ-1 અને જીએસટીઆર-3બીમાં અલગ અલગ દેણદારી બતાવી છે. જીએસટીઆર-1નો ઉપયોગ હજુ મુખ્ય રીતે માહિતીના હેતુથી થઈ રહ્યો છે.
એક સૂત્રએ જણાવ્યું કે એ લોકો પર વિશેષ જોર આપવામાં આવશે જેમણે બન્ને રિટર્નના ફાઈલિંગમાં મોટું અંતર રાખ્યું છે. અનેક મામલાઓમાં વ્યક્તિગત કરદાતાઓની વિસ્તૃત જાણકારીનું વિશ્લેષણ કયર્િ બાદ પરિણામને રાજ્યો સાથે મેળવવામાં આવશે જેથી શંકાસ્પદ લોકો પર કાર્યવાહી કરવામાં આવી શકે પરંતુ શંકા ઉપસ્થિત થવાનું આ એકમાત્ર કારણ નથી. સીમા શુલ્ક વિભાગે રિટર્ન્સના આંકડાનું વિશ્લેષણ કયર્િ બાદ જણાવ્યું કે આયાતીત ઉત્પાદનોની કિંમત ઘણી ઓછી બતાવવામાં આવી છે. એક અધિકારીએ ઉદાહરણ આપ્યું કે એવું પણ બની શકે છે કે 10,000 પિયાના મોબાઈલ ફોનની કિંમત 7000 પિયા બતાવવામાં આવી હોય. અધિકારીઓને શંકા છે કે આવું દરેક ક્ષેત્રે ઓછો જીએસટી ચૂકવવાના હેતુથી કરવામાં આવ્યું હોઈ શકે છે.

જીએસટી કલેક્શન અનુમાનથી સતત ઓછું રહ્યું છે કેમ કે સરકાર ટેક્સ ચોરી રોકવાના વિવિધ પાસાઓને લાગુ કરવામાં નિષ્ફળ નિવડી છે. તેમાં ખરીદ-વેચાણની કિંમતની ભાળ મેળવવા માટે ઈનવોઈસ મેચિંગ અને ફેક્ટરીઓથી શો-મ સુધી સામાન પહોંચાડવાની પૂરી ગતિવિધિ પર નજર રાખવા માટે ઈ-વે બિલ્સ જેવી ઝુંબેશ સમાવિષ્ટ છે. અધિકારીઓનું કહેવું છે કે અનેક બિઝનેસમેનને લાગ્યું કે સરકાર જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીનું મેળવણી કરવાની નથી. આ કારણથી પણ કારોબારીઓએ બન્નેમાં અલગ અલગ આંકડાઓ ભયર્િ હતાં. જો કે ટેક્સ ક્ધસલ્ટન્સનું કહેવું છે કે બન્નેમાં અંતરનું ઉચિત કારણ પણ હોઈ શકે છે કેમ કે ટેક્સ પેમેન્ટ વખતે અનેક મહિનાઓથી જમા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ હાલની સમયમયર્દિાની ક્રેડિટ સાથે કરવામાં આવે છે.

Comments

comments