વેપારીના બાઇકમાંથી ૩૫ હજાર સાથેનું પર્સ અજાણ્યો શખ્સ ઉપાડી ગયો

April 19, 2019 at 2:54 pm


શહેરના અલકા સિનેમા અને કુંભારવાડા રોડ પર વેપારીની બાઇકના હેન્ડલમાં રાખેલ રોકડા રૂપિયા ૩૫ હજાર સાથેના પર્સની અજાણ્યો શખ્સ ઉપાડી નાશી છુટો હતો.
એ ડીવીઝન પોલીસ સુત્રોથી પ્રા વિગતો મુજબ શહેરના મતવા ચોક વિસ્તારમાં મેન્શન લેટમાં રહેતા અને અલંગની વસ્તુઓનો વેપાર કરતા અફઝલઅલી યાકુબઅલી હિરાણી (ઉં.વ.૪૩)એ એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતે દુકાન બધં કરી વેપારમાં આવેલ વકરાના રૂપિયા ૩૫ હજાર પર્સમાં મુકી પર્સ બાઇકના હેન્ડલમાં રાખી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે અલકા સિનેમા કુંભારવાડા રોડ પર એક અજાણ્યા શખ્સે ખભા પર હાથ મુકી બાઇકના હેન્ડલમાં રહેલ રૂપિયા ૩૫ હજાર સાથેનું પર્સ ઉપાડી નાશી છુટો હતો.
અફઝલ અલી હિરાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે એ ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

Comments

comments