વેરાનો લક્ષ્યાંક પુરો કરવા મથામણ ઃ વોર્ડ દીઠ લોક દરબાર યોજી કરદાતાઆેના પ્રશ્નોનો નિવેડો લવાશે

February 12, 2019 at 2:41 pm


મેયર, ચેરમેન અને કમિશનરે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત ઃ 700થી વધુ પેન્ડીગ ફાઈલોના નિકાલ માટે મહાપાલિકા તબક્કાવાર લોક દરબાર યોજી હાથ ધરશે પ્રયાસો

મ્યુ.ઘરવેરા વિભાગના અણઘડ વહીવટનો હંારો કરદાતાઆે ભોગ બન્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી હવે નાણાંકીય વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે મ્યુ. શાસકો અને તંત્રવાહકોને એકાએક કરદાતાઆેની મુશ્કેલી યાદ આવી હોય એમ પેન્ડીગ 700થી વધુ ફાઈલોના નિકાલ માટે લોક દરબારનું આયોજન ઘડી કાઢ્યું છે, જે હકીકતમાં વસુલાતનો લક્ષયાંક પૂર્ણ કરવાની મથામણ છે ! આજે મેયર મનહરસિંહ મોરી અને કમિશનર ગાંધીએ લોક દરબારના આયોજન અંગે પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરી હતી. અગાઉ 2014-15માં આ પ્રકારે લોક દરબાર યોજવામાં આવેલ પરંતુ તે ખાસ પરિણામલક્ષી નિવડેલ નહી. સામાન્ય રીતે કારદાતાઆેની સાચી રજુઆતને નજર અંદાઝ કરી મનસ્વી વર્તન થતું હોય છે આથી કરદાતાઆેના ભાગે ધક્કા અને હાડમારી જ આવે છે.
મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ ખાતે વર્ષ દરમ્યાન કરદાતાઆેની વિવિધ રજૂઆતો તેમજ અરજીઆે આવતી હોય છે. જે અન્વયે વિભાગ દ્વારા તેનો સત્વરે નિકાલ કરવા માટેના સતત પ્રયાસ કરવામાં આવે છે. તેવો દાવો કરાયો હતો વધુમાં વર્ષ દરમ્યાન આ પ્રકારે આવેલ રજુઆતો-અરજીઆેનો મહતમ નિકાલથાય તે અભિગમ મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા વિભાગના ત્રણેય ઝોન માટે તબક્કાવાર ઝોનવાઇઝ લોક દરબારનું આયોજન કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ઘરવેરા વિભાગના પશ્ચિમ ઝોનના વિસ્તાર માટેનો લોક દરબાર આગામી તા.15 અને 16 ફેબ્રુઆરી 2019ને શુક્રવાર તથા શનિવારના રોજ મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ આેફીસ, આખલોલ જકાતનાકા ખાતે સવારે 9-30 કલાકથી સાંજે 6 કલાક દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ લોક દરબાર દરમ્યાન ઘરવેરાના ફક્ત પશ્ચિમ જોન હેઠળ આવતા ઘરવેરાના વોર્ડ નં.9- કુંભારવાડા, વોર્ડ નં.10 ચિત્રા-ફºલસર વોર્ડ નં.11 પાનવાડી વોર્ડ નં. 17 બોરતળાવની હાલ પેન્ડીગ રહેલ અરજીઆે-ફાઇલોનો ઘરવેરા વિભાગ (પશ્ચિમ) ખાતે સ્થળ ઉપર જ નિકાલ થઇ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તેમજ ઉપરોક્ત વોર્ડના પેન્ડીગ કોર્ટ કેસોવાળી મિલ્કતોના મિલ્કત ધારકો પણ આ લોક દરબારનો લાભ લઇ શકશે.
આથી, ઉપરોક્ત વિગતે ઘરવેરાના પશ્ચિમ ઝોન હેઠળના સમાવિષ્ઠ વિસ્તારોનો જે કરદાતાઆેની અરજીઆે- ફાઇલો ઘરવેરા વિભાગે હાલ પેન્ડીગ હોય તેઆે અરજી કર્યા અંગેના જરૂરી આધાર-પુરાવાઆે સાથે મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ આેફીસ, અખલોલ જકાતનાકા ખાતે ધરવેરા વિભાગ (પqòમ)નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ લોક દરબાર દરમ્યાન કરદાતાઆે પાસેથી કોઇ નવી અરજીઆે િસ્વકારવામાં આવશે નહી અને જે કરદાતાઆેની ઘરવેરા પશ્ચિમ વિભાગ ખાતે અગાઉ કરેલ અરજીઆે હાલ પેન્ડીગ હોય તેનો જ આ લોક દરબાર અંતર્ગત નિકાલ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL