વેરાવળના વોર્ડ નં.5,6માં જાહેર બાગ બનાવી ગ્રાન્ટનો સદ્ઉપયોગ કરો

November 8, 2019 at 11:10 am


Spread the love

વેરાવળ શહેરના વોર્ડ નં.પ તથા 6 માં સરકારની સૌનો સાથ સૌનો વિકાસની યોજના અંતર્ગત જાહેર જનતા માટે ગાર્ડન-બગીચો બનાવી બિન ઉપયોગી પડેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવાની લેખીત રજૂઆત સમસ્ત મુસ્લીમ સમાજના પૂર્વ પટેલ દ્વારા ચીફ આેફીસર સહીતનાને કરી માંગ કરેલ છે.
વેરાવળ સમસ્ત મુસ્લીમ સમાજના પૂર્વ પટેલ ગફારભાઇ ચાંચીયા દ્વારા કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, દરેક વોર્ડમાં સુવિધા વતે તે માટેની વ્યવસ્થા ચીફ આેફીસર સહીતના દ્વારા કરવામાં આવતી હોય ત્યારે વોર્ડ નં.પ તથા 6માં નગરપાલિકા મારફત ગાર્ડન-બગીચો બનાવવા અને લોકોની સુવિધા વધારવા માંગ કરેલ છે. આ બન્ને વોર્ડમાં લોકોના આરોગ્યમાં વધારો થાય તેમજ મનોરંજન મળે તે માટે સરકાર મારફત વર્ષ ર017-18માં વોર્ડ નં.7 તથા 8માં આવેલી ગ્રાન્ટની સાથે વોર્ડ નં.પ તથા 6 ની પણ આવેલ પરંતુ આ વોર્ડમાં સ્થાનીક અને લોકલ આગેવાનો સાથ સહકાર આપતા ન હોવાના કારણે આ પ્રશ્ન વિલંબમાં પડેલ છે. આ ગ્રાન્ટ વાપરયા વગરની પડેલ છે અને વોર્ડમાં ગાર્ડનનું કામ થતું નથી તે બાબતે અવાર નવાર મૌખીક રજૂઆતો કરેલ તેમ છતાં નિકાલ આવેલ નથી. આ કામગીરી પાછળ રાજકીય કારણ હોય તેવા પ્રશ્ન સાથે બગીચા માટે આવેલી ગ્રાન્ટનો ઉપયોગ સરકારના નિયમ મુજબ ગ્રાન્ટ લેપ્સ થાય તે પહેલા કામગીરી કરવા માંગ કરેલ છે.
આ ઉપરાંત વોર્ડ નં.પ તથા 6 માં સાર્વજનિક જગ્યાઆે પડતર છે તેમાં બગીચો બને તેવી સંપૂર્ણ શકયતા છે અને આ બન્ને વોર્ડમાં બગીચો બને તો લોકોનું આરોગ્ય અને જીવન ધોરણ સુધરે તેમ છે અને આ વોર્ડમાં અંદાજે ત્રીસ થી ચાલીસ હજાર જેટલી વસ્તી હોય ત્યારે આ પડતર જગ્યાઆેમાં કોમ્યુનીટી હોલ બનાવવાની જરુરીયાત છે અને અગાઉ વર્ષ ર016 માં પ્રમુખ દ્વારા કોમ્યુનીટી હોલ બનાવવાની ખાત્રી આપેલ પરંતુ કાર્ય પૂર્ણ થયેલ ન હોય તેથી ગ્રાન્ટનો સદઉપયોગ કરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ રજૂઆતના અંતમાં કરેલ છે. આ રજૂઆતની જાણ મુખ્યમંત્રી સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.