વેરાવળમાં દબાણો દૂર કરી રસ્તા પહોળા કરાતા લોકોમાં હાંશકારો

February 6, 2018 at 11:36 am


વેરાવળમાં હવે અમે આરામથી રીક્ષા ચલાવી શકીએ છીએ. અમારી દુકાન પાસેનો રોડ હવે અમને પહોળો લાગે છે. રસ્તા પરના દબાણો દૂર થતાં હવે વેપાર કરવામાં વધુ સરળતા રહે છે. આ શબ્દો છે વેરાવળની આમ જનતાના. જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન તળે પ્રોબેશનલ આઇ.એ.એસ. ઓમપ્રકાશની વેરાવળને દબાણમુકત કરવાની કાર્યવાહીને વેરાવળવાસીયોએ ખુબ વખાણી અને વધાવી છે. હા એમની ઇચ્છાએ પણ ખરી દબાણો ફરીથી ગોઠવાઇ ના જાય.
વેરાવળ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે. અહિં આસપાસના તાલુકા મથકો ઉપરાંત આશરે સો ઉપરાંત ગામડાનું હટાણું પણ છે. રોજ 10 હજારથી વધુ લોકો વેરાવળમાં ધંધા-વેપાર અર્થે આવે છે. પરંતુ વેરાવળની મેઇન બજારોમાં હાલ દુષ્કર બને તેવા દબાણો હતાં. આ દબાણો દુર કરવાનું કોઇએ કષ્ટ લીધું ન હતું. લોકોનું આ કષ્ટ વહિવટીતંત્રએ એક ઝાટકે દુર કર્યું છે. હા એ પણ ખુબ વ્યવહારુ રીતે પ્રથમ વેપારીઓ દબાણકતર્ઓિને જાણ કરી સ્વૈચ્છીક દબાણો દુર કરવા જણાવાયું.સ્વૈચ્છીક દબાણો દુર કરે તેવી માનસીકતા ના હોવાથી જિલ્લા તંત્રએ દબાણો દુર કરવા આકરી કાર્યવાહી કરવી પડી. એક દિવસ જેસીબી મશીનની દબાણ દુર કરવાની કાર્યવાહી થતા દબાણકતર્ઓિ શાનમાં બધુ સમજી ગયા કે હવે અમારી કોઇ કારીગીરી ચાલશે નહીં અને પછી તો સ્વૈચ્છીક દબાણો દુર થતા ગયા. આ કર્મનીષ્ઠ અધિકારીઓ અને કામની ઇચ્છાશક્તિનો વિજય છે પણ હવે દબાણો ન થાય તે માટે વહિવટતંત્રને વેરાવળવાસઓએ પણ સહયોગ આપવો પડશે.વેરાવળના મુખ્ય વિસ્તારો બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, ર4 કલાક વેપારથી ધમધમતા સુભાષ રોડ, પ્રકાશ કોમ્પલેક્ષ, ગાંધી ચોક હવે વેરાવળવાસીયોને ખુબ પહોળા લાગે છે તેનો વેરાવળના નગરજનોને આનંદ છે. છેલ્લા ર0 વર્ષથી વેરાવળનાં રાજેન્દ્રભુવન રોડ પર રહેતા રસીકભાઇ વ્યાસ કહે છે, વેરાવળ હવે ગીચ લાગતું નથી આંખને ઠારે તેવું કામ થયું છે.

Comments

comments