વેરાવળ: હરસિધ્ધિ સોસાયટીમાંથી ગુમ થયેલી બાળાનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

February 2, 2018 at 11:58 am


વેરાવળ શહેરમાં હરસીધ્ઘી સોસાયટીમાં મંગળવારે એક અઢી વર્ષની બાળા સાંજના સમયે ગુમ થયેલ હોવાની જાણ પોલીસમાં કરેલ અને આ બાળાને શોઘવા માટે પરીવારજનો દ્રારા સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ કરેલ તે દરમ્યાન ત્રણેક કલાકની શોઘખોળ બાદ આ બાળાનો મૃતદેહ તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પાણીના ટાંકામાંથી મળી આવેલ હતો.

આ બનાવની પ્રા વિગત મુજબ વેરાવળમાં હરસિધ્ધિ સોસાયટી વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર પાસે પ્રાથમિક શાળા નજીક મધુરમ નામના મકાનમાં રહેતા ભુમિકાબેન મયુરભાઇ પરમાર ની અઢી વર્ષની બાળા ઉન્નતી મંગળવારે સાંજના સમય ગુમ થયેલ હોવાની જાણ પ્રભાસ પાટણ પોલીસમાં કરેલ અને આ બાળાને શોઘવા માટે પરીવારજનો દ્રારા સોશ્યલ મીડીયામાં ગુમ થયેલ હોવાનો મેસેજ વાયરલ કરેલ તેમજ બાળાના પરીવારજનો તથા આજુબાજુમાં રહેતા લોકો અને પોલીસ પણ બાળાને શોઘવા માટે દોડઘામ કરી રહેલ તે દરમ્યાન રાત્રીના દસ વાગ્યા આસપાસ બાળા ઉન્નતિ ના રહેણાંક મકાનની નજીકમાં રહેતા અણભાઇ ભૈયા ના મકાનના ભોંયતળિયે આવેલ પાણીના ટાંકામાંથી બાળા મળી આવતા તાત્કાલીક સરકારી હોસ્પીટલમાં ખસેડેલ જયાં ફરજ પરના તબીબી દ્રારા બાળા મૃત્યુ પામેલ જાહેર કરેલ હતી.

આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળા રમતા રમતા ભોયતળીયે આવેલ પાણીના ટાંકામાં પડી ગયાનું બહાર આવેલ છે અને પોલીસે આ અંગે પરીવારજનોના નિવેદન લઇ વઘુ તપાસ હાથ ઘરેલ છે

Comments

comments

VOTING POLL