‘વેવ’ની સાથે અને સામે રહેવાની ભાવેણાના મતદારોની તાસીર

April 19, 2019 at 2:57 pm


ભાવનગરના મતદારોની અનોખી તાસીર છે. કયારેક દેશભરમાં ચાલતા ‘વેવ’ની સાથે રહે છે તો કયારેક સામે પણ રહે છે. ભાવનગરના મતદારોએ અનેક વખત પોતાની જાગૃતિનો પરચો આપ્યો છે. ૧૯૫૨ અને ૧૯૫૭માં ભાવનગરે તે વખતની બળદની જોડી નિશાનવાળી કોંગ્રેસને જીતાડી દેશભરમાં આવેલા પરિણામોની સાથે તાલ મીલાવ્યો.
૧૯૬૨માં જવાહરલાલ નહેરૂનો કરિશ્મા યથાવત હતો. ત્યારે ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી રહેલા પ્રજા સમાજવાદી પક્ષના ઉમેદવારને વિજયી બનાવી પ્રવાહની સામે રહેવાની તાકાત પણ ભાવેણાના મતદારોએ બતાવી હતી. તે વખતે પ્રસોપાનું નિશાન ઝુંપડુ હતુ.
૧૯૬૭ની સંસદીય ચૂંટણી અને ત્યારબાદ બે માસમાં આવેલી પેટા ચૂંટણીમાં ભાવનગરના મતદારો બે બળદની જોડી સાથેની કોંગ્રેસને વિજયી બનાવી ફરી એકવાર દેશમાં પ્રવર્તતા પ્રવાહની સાથે રહ્યાં છે. જયારે કોંગ્રેસના વિભાજન બાદ ૧૯૭૧ની ચૂંટણીમાં દેશભરમાં ગાય અને વાછરડાના નિશાનવાળા શાસક કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યારે ભાવનગરે યુનિવર્સિટીનો સ્થાનિક મુદ્દો ઉછળતા સંસ્થા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા. તેમનું નિશાન રેટિયો કાતતી ી હતુ.
જયારે કટોકટી બાદ ૧૯૭૭માં દેશભરમાં ઇન્દિરા ગાંધી વિરોધી મોજુ હતુ ત્યારે ભાવનગરે તે વખતના બીએલડીના નિશાન પર ચૂંટણી લડી રહેલા સંસ્થા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા.૧૯૮૦માં ઇન્દિરા વેવ અને ૧૯૮૫માં સહાનુભુતિનું મોજુ હતુ તે વખતે પંજાના નિશાનવાળા કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા. આમ ભાવનગરના મતદારો આ બન્ને ચૂંટણીમાં ‘વેવ’ની સાથે રહ્યા હતા.
જયારે ૧૯૮૯માં વીપી તરફી વેવ હતો ત્યારે ભાવનગરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પાંખી સરસાઇથી ચૂંટણી જીત્યા હતા. ૧૯૯૧માં પણ કોંગ્રેસ બહત્પમતીની નજીક હતી ત્યારે ભાવનગરને પ્રથમ વખત ભાજપના ઉમેદવારને જીતાડી વેવની સાથે રહેવાનું પસદં કર્યુ હતુ. ૧૯૯૬માં ભાવનગરની બેઠક ભાજપ જીત્યુ હતુ. જો કે તે બે વર્ષના ગાળામાં ત્રણ વડાપ્રધાનો મળ્યા હતા. ૧૯૯૮ અને ૧૯૯૯ની ચૂંટણી દેશમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર રચાઇ તે વખતે ભાવનગર ‘વેવ’ની સાથે હતુ.
૨૦૦૪ અને ૨૦૦૯માં ફરી કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએની સરકાર રચાઇ ત્યારે ભાવનગરના મતદારોએ તો ફરી એકવાર ભાજપને જીતાડી વિરોધપક્ષે બેસવાનું પસદં કર્યુ હતુ. ૨૦૧૪માં દેશમાં મોદી વેવ હતો ત્યારે ભાવનગર ભાજપના ઉમેદવારને ભારે સરસાઇથી જીતાડુ હતુ. આમ ભાવનગર ૧૦ ચૂંટણીમાં ‘વેવ’ની સાથે અને ૭ ચૂંટણીમાં વેવની સામે રહ્યું છે. આ વખતે ભાવનગરના મતદારો કેવો રગં દેખાડે છે તે જોવાનું રહે છે.લોકશાહી પર્વને ભાવનગરે દરેક વખતે આનદં ઉત્સાહ અને જુસ્સા સાથે ઉજવ્યું છે.

Comments

comments