વેવાઇ-વેલાં સાથે ખાવડીમાં છે આખો અંબાણી પરિવાર

October 19, 2019 at 7:37 pm


દેશના સૌથી ધનાઢય પરિવાર અને અગ્રણી ઉદ્યાેગપતિ એવા રિલાયન્સના પરિવારજનો લગભગ પહેલીવાર એકીસાથે જામનગર ખાતે ઉપસ્થિત છે અને અહી બે દિવસ રોકાણ કરવાના છે, આ અંગત મુલાકાતમાં પ્રથમવાર અંબાણી પરિવારના વેવાઇઆે પણ મહેમાન બન્યા છે તેમ આધારભૂત વતુર્ળોમાંથી જાણવા મળ્યું છે, જો કે આ મુલાકાતની કોઇ વિગતો સતાવાર રીતે આપવામાં આવી નથી, બીજી તરફ અંબાણી પરિવારના મુકામના કારણે રિલાયન્સની ટાઉનશીપમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યાે છે.

છેલ્લા બે-ચાર દિવસથી આ બાબતને લઇને ચર્ચાઆે ચાલતી હતી અને અંબાણી પરિવાર પોતાના સૌથી મોટા સાહસ એવા રિલાયન્સ રિફાઇનરી ખાતે આવી રહ્યા છે એવી વિગતો સપાટી પર આવી રહી હતી, શનિ-રવિ બે દિવસ સુધી અંબાણી પરિવાર રોકાણ કરશે અને આ પછી રાબેતા મુજબ પરત જશે, આ બે દિવસ દરમ્યાન તેઆે રિલાયન્સ સંકુલમાં કયાં-કયાં મુલાકાત લેવાના છે તેની પણ તૈયારીઆે પૂર્ણ કરી લેવામાં આવી છે. અત્યંત આધારભૂત વતુર્ળોમાંથી જાણવા મળ્યું છે કે, રિલાયન્સના ચેરમેન મુકેશભાઇ અંબાણી, એમના ધર્મપત્ની નિતાબેન અંબાણી, પુત્રો આકાશ અંબાણી, અનંત અંબાણી તથા પુત્રવધુ તેમજ પુત્રી ઇશા અને જમાઇની સાથે જામનગર રિલાયન્સ રિફાઇનરીના મહેમાન બન્યા છે, લગભગ પહેલી વખત આખો અંબાણી પરિવાર એકસાથે આવ્યો છે અને આ મુલાકાત દરમ્યાન પુત્રી ઇશાના શ્વસુર પક્ષના સભ્યો તેમજ પુત્ર આકાશ અંબાણીના સસરા પક્ષના સભ્યો પણ મુલાકાતમાં સાથે જોડાયા છે. ગઇકાલથી ચાર્ટડ ફલાઇટોનું આગમન શરૂ થયું હતું અને સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલ તેમજ આજ બે દિવસ દરમ્યાન તમામ મહેમાનોનું રિલાયન્સ રિફાઇનરી ખાતે આગમન થઇ જશે અને ત્યારબાદ જે પ્રાેગ્રામ નકકી છે તે મુજબ પરિવારના તમામ સભ્યો જુદા-જુદા સ્થળની મુલાકાત લેશે.

અટકળો મુજબ અંબાણી પરિવાર રિલાયન્સના મુખ્ય પ્લાન્ટની સંભવત લઇ શકે છે, આ ઉપરાંત રિફાઇનરીની અંદર એક મોટુ જંગલ બનાવવામાં આવ્યું છે અને ત્યાં દેશ-વિદેશના પ્લાન્ટેશન કરવામાં આવ્éા છે, ઉપરાંત કેટલાક પ્રાણીઆે પણ રાખવામાં આવ્યા હોવાથી પરિવારના સભ્યો પ્લાન્ટેશનની પણ મુલાકાત લઇ શકે છે.

આ ઉપરાંત રિલાયન્સની જેટી ખરેખર જોવા લાયક છે અને લોખંડનું એક આખુ તરતું નગર દરિયામાં ઉભું કરવામાં આવ્યું હોય એ રીતે જેટીનું સર્જન કરાયું છે જયાં મોટી-મોટી આેઇલની શીપો લાંગરવામાં આવે છે, સંભવત અંબાણી પરિવાર આ જેટીની પણ મુલાકાત લઇ શકે છે. અંબાણી પરિવારની બે દિવસની આ મુલાકાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે, ખાનગી વિઝીટ હોવાના કારણે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા વર્ષો બાદ આખો અંબાણી પરિવાર વેવાઇ વેલા સાથે રિલાયન્સની રિફાઇનરી ખાતે ઉપસ્થિત હોય એવું પહેલી વખત બની રહ્યું હોવાથી ટાઉનશીપ તેમજ મુખ્ય પ્લાન્ટ ખાતે વ્યાપક તૈયારીઆે કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શનિવાર અને રવિવાર બે દિવસ સુધી અંબાણી પરિવાર પોતાના વેવાઇઆે સાથે રિલાયન્સ રિફાઇનરીમાં ગાળશે, ઉપર જણાવ્યા મુજબ મુખ્ય પ્લાન્ટ સહિત અન્ય સ્થળોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હશે અને રિલાયન્સની પોતાની સિકયુરીટી હોવાથી બીજી કોઇ સુરક્ષા-વ્યવસ્થા સંભવત મેળવવામાં આવી નથી.

બે દિવસ સુધી અહીં રોકાણ કર્યા બાદ આવતીકાલ રવિવારના સાંજથી અથવા સોમવારે સવારથી ફરી ચાર્ટર્ડ ફલાઇટોમાં અંબાણી પરિવાર તથા તેમના વેવાઇ પક્ષના પરિવારજનો પરત મુંબઇ જવા રવાના થશે એવું પણ અંતમાં જાણવા મળ્યું છે.

રિલાયન્સ રિફાઇનરીનો આખો સ્ટાફ આગતા-સ્વાગતા માટે ખડેપગે
બોસ એટલે કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનો આખો પરિવાર રિલાયન્સ રિફાઇનરી ખાતે બે દિવસ મુકામ કરવાનો હોવાથી રિફાઇનરીનો આખો સ્ટાફ આગતા-સ્વાગતા માટે ખડેપગે રાખી દેવામાં આવ્યો છે અને ભાવતા ભોજનીયા સહિતની તમામ વીવીઆઇપી સુવિધાઆે ઉભી કરવામાં આવી છે.

બે દિવસમાં બે ડઝનથી વધુ ચાર્ટર્ડ ફલાઇટોનું આવન જાવન
અંબાણી પરિવારના સભ્યો પોતાના વેવાઇ સાથે જામનગરની મુલાકાતે આવ્યા છે અને રિલાયન્સ રિફાઇનરીની ટાઉનશીપ ખાતે રોકાણ કર્યુ છે, ગઇકાલે આખો દિવસ દરમ્યાન એક ડઝનથી વધુ ફલાઇટો આવી હતી અને આટલી જ ચાર્ટર્ડ ફલાઇટો આજે શનિવારે પણ આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Comments

comments