વૈજ્ઞાનિકોએ શોધ્યો નર્કનો દરવાજો.

August 21, 2018 at 6:44 pm


રશિયામાં એક એવી જગ્યા છે જે વૈજ્ઞાનિકો માટે પણ પ્રશ્નાર્થ સર્જે છે. આ જગ્યા છે ડોર ટુ હેલ, આ જગ્યાનું નામ નર્કનો દરવાજો વૈજ્ઞાનિકોએ જ પાડ્યું છે. કારણ કે આ જગ્યાના તળ સુધી જવું જીવિત માણસ માટે શક્ય નથી. રશિયામાં આવેલો આ ખાડો દુનિયાનો સૌથી વધારે ઊંડાઈ ધરાવતો ખાડો છે.
કોલા સુપરડીપ બોરહોલ નામના આ ખાડાનું ખોદકામ 1970માં વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું હતું. વૈજ્ઞાનિકો વધારેમાં વધારે ઊંડો ખાડો ખોદવા માંગતાં હતાં. સતત 19 વર્ષના ખોદકામ બાદ વૈજ્ઞાનિકો 12.24 કિમી ઊંડાણ (40,230 ફૂટ) સુધી પહોંચી ચૂક્યા હતાં. આ ઊંડાઈ એટલી છે કે તેમાં 240 ફૂટના 167 કુતુબમિનાર સમાઇ શકે છે. આ ઊંડાઈ પછી અહીં તાપમાન અચાનક વધી જવાથી વૈજ્ઞાનિકોએ ખોદકામ રોકવું પડ્યું હતું.

Comments

comments

VOTING POLL