વૈશાખી ગરમી વચ્ચે ચાર દિવસ વીજકાપ

May 25, 2019 at 2:51 pm


Spread the love

ગઇકાલે (શુક્રવારે) બપોરે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બધં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. હવે પીજીવીસીએલ દ્રારા સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે સોમવારથી ચાર દિવસ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બપોર સુધી છ કલાકનો વીજકાપ રહેશે.
૨૭મી મેથી ૩૦ મે સુધીના સમય માટે પીજીવીસીએલ દ્રારા જાહેરાત કરાઇ છે તે મુજબ ચોમાસા પૂર્વેના સમારકામનું બહાનું આપી આ વીજકાપ લદાતા લોકો બરાબર પરેશાન થશે. ૨૭મીને સોમવારે સાંઇનાથ ફીડરના અંધારીયાની વાડી ડોન ચોક, સાંઇબાબાના મંદિર, ક્રેસંન્ટ અને મેઘાણી સર્કલવાળા વિસ્તારોમાં સવારના ૬ થી ૧૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બધં રહેશે. જયારે ૨૮મી મે સિટી સ્ટેશનના ઉધોગનગર ફીડરના માધવ કોમ્પ્લેક્ષ, શાીનગર હાઉસિંગ બોર્ડની ઓફિસ, ગઢેચી વડલાની વાડી સુધીના વિસ્તારમાં વીજકાપ રહેશે. મંગળવારે વીજયરાજ ફીડરના ઇસ્કોન મેગા સિટી ઇસ્કોન, આંબેડકર ભવન યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધી વીજકાપ રહેશે.૨૯મીએ અનિલ ફીડરના ગોકુળનગર એરપોર્ટ સ્ટેશન, રૂવાગામ માનસ શાંતિ અને બાલા હનુમાન પાર્ક વિસ્તારો તેમજ ગુરૂવારે આનંદનગર ફીડરના જુની એલઆઇજી, દીપક ચોક, બ્લડ બેંક, મહિલા કોલેજ, યશવંતરાય નાટગૃહ અને આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારમાં લદાયેલા વીજકાપમાં વૈશાખી ગરમીમાં લોકોને વીજકાપ સહન કરી પરસેવો પાડવો પડશે. આમ ભાવનગર શહેરમાં કો’ક જ સાહ એવું જાય છે જયારે વીજકાપ લાદવામા આવ્યો ન હોય.
આ ઉપરાંત કાલ બપોરે એક વાગ્યા ભારે દોઢ કલાક કરતા વધુ સમય સુધી ફોલ્ટના કારણે વીજ પુરવઠો નોંધાતા આ વિસ્તારના દુકાનદારો અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. એકબાજુથી રોજ ૩૮ થી ૪૦ ડિગ્રી સુધી ગરમી પડી રહી છે તેવા સમયે આ પ્રકારના વીજકાપ લોકોને અકળાવી રહ્યો છે