વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયા છે મંદીના વાદળઃ આઈએમએફની ચેતવણી

February 11, 2019 at 11:11 am


ઈન્ટરનેશનલ મોનેટરીગ ફંડે વૈિશ્વક આર્થિક વિકાસને લઈને દુનિયાને ચેતવણી પાઠવી છે. આઈએમએફએ દુનિયા ભરની સરકારોને સચેત કરતાં કüુ છે કે આર્થિક વિકાસ જે થવો જોઈએ તે થયો નથી. આ માટે આર્થિક સંકટ માટે તૈયાર રહેજો.

આઈએમએફના મુખ્ય નિર્દેશક qક્રસ્ટીન લગાર્ડે વૈિશ્વક આર્થિક વિકાસને લઈને દુબઈમાં આયોજીત વિશ્વ સરકાર શિખર સંમ્મેલનમાં કüુ કે આપણે એક એવી અર્થવ્યવસ્થા જોઈ રહ્યા છીએ જે અનુમાન કરતા પણ આેછી ગતિથી આગળ વધી રüુ છે. આઈએમએફ તરફથી ગયા મહિને જ આ વર્ષની વૈિશ્વક આર્થિક વિકાસ દરનું પૂવાર્નુમાન 3.7થી ઘટશે અને 3.5 ટકા થઈ જશે તેવું જણાવ્યુ હતુ.

લગાર્ડે એ કારણોને આગળ ધરતા જણાવ્યુ કે વૈિશ્વક અર્થવ્યવસ્થા સુસ્ત પડી છે કેમકે જેને તે અર્થવ્યવસ્થા પર મોટા ખતરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તોફાન ગમે ત્યારે આવશે અને આર્થિક સંકટ સામે ઉભા રહેવા દુનિયાના વિકસીત દેશોને પણ હાંફવાનો સમય આવી જશે. આ તમામ જોખમોના કારણે વેપારીક ક્ષેત્રે તણાવ, શૂલ્ક વધી જવી, રાજકોષિય સ્થિતિમાં દબાણ, બ્રેિક્ટઝને લઈને અનિિશ્ચતતા અઇને ચીનની અર્થવ્યવસ્થામાં સુસ્તી આવવા જેવી વિપરીત અસરોનો અંદેશો છે.

આઈએમએફના ચીફે સરકારોને સંરક્ષણવાદથી બચીને રહેવાની સલાહ આપી છે, તેમણે જણાવ્યુ કે આપણને અંદાજ પણ નથી કે આને આપણે કેવી રીતે ખતમ કરી શકીશુ, શું આ વેપાર માટે કે બજાર પર આની અસરને રોકી શકીશુ. હાલ તો માત્ર શરુઆત છે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે તેવુ અનુમાન છે. લગાર્ડે સતત વધી રહેલા દેવા સામે પણ લાલબત્તી ધરી છે. તેમણે જણાવ્યુ કે આટલા કાળા ડિ»બાગ વાદળો છવાયા છે તો ભયંકર તોફાન તો આવશે જ તે નક્કી છે. હવે ચેતી જવાની જરુર છે.

Comments

comments

VOTING POLL