વૈશ્વિક મંદીના આેછાયા વચ્ચે વાયબ્રન્ટ સમિટની તૈયારીઃ 18 ટકા પ્રાેજેકટનું ડ્રાેપઆઉટ

September 10, 2018 at 11:28 am


આગામી જાન્યુઆરી-2019માં યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્યના ઉચ્ચ અધિકારીઆે નાયબ મુખ્યમંત્રીએ વિદેશ પ્રવાસ શરૂ કર્યા છે. આગામી દિવાળી પૂર્વે આ સમિટને લઈને વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં છેંી ચાર વાયબ્રન્ટ સમિટ દરમિયાન થયેલા પ્રાેજેકટનો એમઆેયુ અને પ્રગતિ અહેવાલને લઈને અધિકારીઆે જિલ્લા કક્ષાએથી પ્રાેજેકટ સ્ટેટસ મેળવવાથી લઈને પ્રાેજેકટની અમલવારીમાં પડતી મુશ્કેલીઆેને લઈને અહેવાલ તૈયાર કરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. તો આગામી 9મી સમિટ પૂર્વે જો વૈશ્વિક મંદીના આેછાયો આવે તો શોકેશીગ કેવી રીતે કરવું તેની કસમકશ ચાલી રહી છે.

વર્ષ 2011, 2013, 2015 અને 2017માં યોજાયેલી છેંી ચાર સમિટ દરમિયાન 72177 એમઆેયુ પૈકીના 15369 પ્રાેજેકટ ડ્રાેપ થયા છે. આ પડતા મુકાયેલા પ્રાેજેકટ પાછળનું મુખ્ય કારણ સરકારી કક્ષાએ વિવિધ મજૂરીનો વિલંબ અને કંપનીઆે દ્વારા રોકાણની અનઈચ્છા મુખ્યત્વે છે.

રાજ્યમાં છેંી ચાર વાયબ્રન્ટ સમિટ દરમિયાન આૈદ્યાેગિક ગૃહો દ્વારા કુલ 8383183 કરોડના મૂડી રોકાણના દાવા કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 18 ટકા પ્રાેજેકટ ડ્રાેપ આઉટ થયા છે. સરકારે એમએસએલઈના ઉદ્યાેગોની અમલવારી માટે વિશેષ સેલની રચના કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ પ્રાેજેકટ ડ્રાેપ થઈ રહ્યા છે.

આ ડ્રાેપ આઉટની સંખ્યામાં વધારો આગામી જાન્યુઆરી સુધીમાં વધી શકે છે તેવી આશંકા ઉચ્ચ સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ વૈશ્વિક મહામંદીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે કેટલાય આૈદ્યાેગિક ગૃહોમાં મોટાપાયે છટણી આવી શકે તેમ છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને નવા-નવા પ્રાેજેકટ લાવવા અધિકારીઆેને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. પરંતુ વિદેશ પ્રવાસો, રોડ-શો પૂર્ણ થયા પછી જ આ અંગે ખરૂ ચિત્ર બહાર આવશે. રાજ્ય સરકારના ઉદ્યાેગ વિભાગ દ્વારા છેંી ચાર સમિટ દરમિયાન પડતા મુકવામાં આવેલા પ્રાેજેકટને લઈને સમીક્ષાનો મુખ્યમંત્રી કક્ષાએથી જ કરવામાં આવનાર છે. આ માટે દર મહિને મુખ્યમંત્રી કક્ષાએથી વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુખ્ય સચિવ જે.એન.સિંઘ દરેક જિલ્લામાં પ્રાેજેકટની સ્થિતિનું ખરૂ ચિત્ર મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL