વોંધ નજીક છોટા હાથી પલ્ટી જતાં ર૦ને ઈજા

April 15, 2019 at 10:11 am


ભચાઉ તાલુકાના વોંધ નજીક છોટા હાથીને ટ્રકે ઠોકર મારતાં છોટા હાથી પલ્ટી જતાં તેમાં સવાર ર૦ મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ બનાવની મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના વોંધથી કાનમેર જઈ રહેલા છોટા હાથીને ચિત્રોડ ઓવરબ્રીજ નજીક ટ્રકે ઠોકર મારતાં છોટા હાથી પલ્ટી મારી ગયો હતો. જેમાં બેઠેલ ર૦ વ્યÂક્તઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વધુ મળતી વિગતો મુજબ છોટા હાથીમાં બેઠેલા મુસાફરો ચૈત્ર આઠમ માટે દેવસ્થાને દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments