વોકહાર્ટ, સ્ટલિગ, ગિરિરાજ, ઓલમ્પસ સહિત ૨૦ હોસ્પિટલમાં દરોડા

May 25, 2019 at 4:48 pm


સુરત શહેરમાં ગઈકાલે ટયુશન કલાસીસમાં આગ લાગતાં ફાયર સેફટીના અભાવે ૨૩ વિધાર્થીઓ આગમાં ભડથું થઈ જતાં સમગ્ર રાયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. દરમિયાન આ દૂર્ઘટના બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા આદેશ અન્વયે રાયભરમાં ટયુશન કલાસીસ, શાળા–કોલેજો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીના ચેકિંગ માટે દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે સવારથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી ફાયરબ્રિગેડ સહિત મહાપાલિકાની વિવિધ પાંચ ટુકડીઓ દ્રારા ટયુશન કલાસીસમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ રાયના આરોગ્ય કમિશનરના આદેશ અન્વયે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્રારા શહેરમાં વોકહાર્ટ, સ્ટલિગ, ગીરીરાજ અને ઓલમ્પસ સહિત ૨૦ હોસ્પિટલોમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અલબત્ત, આર્યજનક કહી શકાય તે રીતે આ તમામ હોસ્પિટલોમાં આરોગ્ય શાખાને ફાયર સેફટીની તમામ સુવિધાઓ નજરે પડી હતી અને કઈં જ વાંધાજનક મળી આવ્યું ન હતું.

વિશેષમાં આ અંગેની વિગતો જાહેર કરતાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે આજે (૧) સ્ટલિગ હોસ્પિટલ (૨) ગીરીરાજ હોસ્પિટલ (૩) આશીર્વાદ હોસ્પિટલ (૪) સહયોગ હોસ્પિટલ (૫) ગોકુલ હોસ્પિટલ (૬) અમૃતા હોસ્પિટલ (૭) લેન્ડમાર્ક હોસ્પિટલ (૮) મા શારદા હોસ્પિટલ (૯) સાર્થક હોસ્પિટલ (૧૦) સીનર્જી હોસ્પિટલ (૧૧) ઓલમ્પસ હોસ્પિટલ (૧૨) સેલસ હોસ્પિટલ (૧૩) જીનીસીસ હોસ્પિટલ (૧૪) વોકહાર્ટ હોસ્પિટલ (૧૫) યુનિક હોસ્પિટલ (૧૬) કાલરીયા નસિગ હોમ હોસ્પિટલ (૧૭) એચસીજી હોસ્પિટલ (૧૮) સદભાવના હોસ્પિટલ (૧૯) સૌરાષ્ટ્ર્ર હોસ્પિટલ અને (૨૦) શાંતિ હોસ્પિટલ સહિત ૨૦ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જાગનાથમાં આવેલી યુનિક હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો તો હતા પરંતુ તે સાધનોની એકસપાયરી ડેઈટ વીતી ગયેલી હોવાનું જોવા મળતાં તેને જરૂરી તાકિદ કરવામાં આવી હતી

Comments

comments

VOTING POLL