વોટ્સઅપ ગ્રુપ એડમીનને મળશે નવો ફીચર્સ, જાણો વિગત

May 2, 2018 at 1:36 pm


મેસજિઁગ એપ વોટ્સઅપએ તેના યુઝર્સ માટે એક રિસાઇટ્રક્ટ ગ્રુપમાં ફીચર્સ રજૂ કર્યું છે. જેની મદદથી ગ્રુપ એડમીન નક્કી કરી શકે છે કે કોણ ગ્રુપની ઇન્ફોર્મેશન બદલી શકે છે અને કોણ નહીં. આ ફીચર્સને એક્ટિવ કરવા માટે તમારે વોટ્સઅપને ૨.૧૮.૧૩૨ એનરોઇડ વર્જન અપડેટ કરવો પડશે. હાલમાં આ ફીચર્સ વોટ્સઅપ બીટા એપ પર મળશે અને જલ્દી બધા યુઝર્સ આનો ઉપયોગ કરી શકે છે.
આવી રીતે કરો આનો ઉપયોગ
વોટ્સઅપ પર આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે ગ્રુપ એડમીનને Group info > Group settings > Edit group info માં જવો પડશે. આમ યુઝર્સ આ વિકલ્પને સિલેક્ટ કરી શકે છે અને ગ્રુપના સબ્જેક્ટ, આઇકન અને ડિસ્ક્રિપશન પણ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર અત્યારે હાલમાં વોટ્સઅપ પર યુઝર્સ ડીલીટ કરી ગયેલા ફોટા, વિડીયો અને મેસેજ ડાઉનલોડ કરવાનો ઓપશન આપેલો છે. જેમાં તમે મીડિયા ફાઈલને ડાઉનલોડ કરી શકો છો.પરંતુ ટેક્સ્ટ મેસેજ નહિ કરી શકો.

Comments

comments

VOTING POLL