વોટ્સએપના મેસેજનું મૂળ કયું છે તેની ટેકનીક આપી ન શકાય: સરકારને ઠેંગો

August 24, 2018 at 11:14 am


વોટ્સઍપે પોતાના પ્લેટફોર્મ પરના સંદેશાનું મૂળ શોધવાની ટેિક્નકલ યંત્રણા પૂરી પાડવાની ભારતને ના પાડતા જણાવ્યું હતું કે સંદેશાનું મૂળ શોધવાની ટેિક્નકલ યંત્રણા પૂરી પાડવાથી વપરાશકારોની પ્રાઇવસી (ગુપ્તતા)ના રક્ષણને અને એક છેડેથી બીજા છેડા સુધીના ઍિન્ક્રપ્શનને હાનિ પહાેંચી શકે છે.
ફેસબુકની માલિકીની આ કંપનીએ જણાવ્યું હતું કે લોકો દરેક પ્રકારના સંવેદનશીલ સંદેશવ્યવહાર માટે પણ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેણે જણાવ્યું હતું કે લોકોને ખોટી માહિતી ફેલાવવા સામે જાગૃત કરવાની જરુર છે.
ભારત સરકાર વોટ્સઍપને સંદેશાના મૂળને શોધવાની ટેિક્નકલ યંત્રણા શોધવા કહી રહી છે. વોટ્સઍપ પર બનાવટી સંદેશાના ફેલાવાને કારણે ટોળા દ્વારા કરાતી હત્યાની વધેલી ઘટનાને પગલે સરકાર આ માગણી કરી રહી છે. વોટ્સઍપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી કંપની વપરાશકારની ગુપ્તતાની સુરક્ષાને નબળી પાડવા નથી માગતી.
વોટ્સઍપના વડા qક્રસ ડેનિયલ્સ ચાલુ સપ્તાહની શરુઆતમાં ભારતના માહિતી અને તંત્રજ્ઞાન વિભાગના પ્રધાન રવિશંકર પ્રસાદને મળ્યા હતા. રવિશંકર પ્રસાદે આ બેઠક બાદ જણાવ્યું હતું કે અમે વોટ્સઍપને સ્થાનિક કોપોર્રેટ એન્ટિટી શરુ કરવા અને તેના પ્લેટફોર્મ પર ફેલાવાતા બનાવટી સંદેશાનું મૂળ શોધવાની ટેિક્નકલ યંત્રણા પૂરી પાડવા વિનંતિ કરી હતી.
આમ છતાં, પ્રધાનશ્રીએ ભારતની ડિજિટલ ક્રાંતિમાં ફેસબુકની માલિકીની આ કંપની દ્વારા ભજવવામાં આવી રહેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

Comments

comments

VOTING POLL